દે.બારીયા શહેરના કાપડી વિસ્તારના સલાટ ફળીયામાં આવેલી વરસાદી કાંસ માંંથી કાઢેલો કચરો જ્યાંનો ત્યાંજ પડેલો છે ???

દે.બારીયાના વોર્ડ નં-1 કાપડી વિસ્તારના સલાટ ફળીયામાંં વરસાદી પાણીની કાંસ આવેલી છે. આ વરસાદી કાંસનો પાણી શહેરના મોટા તળાવમાં જાય છે. હાલમાં પ્રિમોન્સુનની કામગીરી કરવામાં વિલંબ થયો છે. જેથી શહેરમાં જોઈએ તે પ્રમાણે ધોધમાર વરસાદ આવ્યો નથી. જે પ્રિમોન્સુનની કામગીરીમાં વરસાદી કાંસ માંંથી જ કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. તે કાંસ માંથી કાઢેલો તમામ કચરો કાંસની પાળે હાલમાં પડેલો છે. જો એક રાતમાં ધોધમાર વરસાદ વરસે તો કાંસમા જઈ શકે છે. 15 જુન સુધીમાં પ્રિમોન્સુનની તમામ કામગીરી પૂર્ણ કરવાની ગાઈડ લાઈનમાં આવે છે.

15 દિવસ વિતી જવા આવ્યા તેમ છતાં વોર્ડ નં-1 સલાટ ફળીયાની વરસાદછી કાંંસનો કચરો જયાંના ત્યાં પડેલો છે. તે કોની બેદરકારી છે ? પ્રિમોન્સુનની કામગીરી કરનાર એજન્સી જાણ બહાર હશે કે પછી જાણી સમજી આ કચરો ફેંકી રાખવામાં આવ્યો છે કે, ફરી વરસાદી કાંસમાં આ કચરો પડે અને બીજીવાર ટેન્ડર તો અમારા જ પાસ થવાના છે. મલાઈ ખાઈને આ કચરાનો નિકાલ કરીશું શું આમા ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગત કે મેળાપીપણી થઇ છે ? તેની તપાસ થવી જોઈએ તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે. હવે એ જોવાનું રહ્યું કે આ કાંસનો કચરો પહેલા ટેન્ડર કરતાં ઉઠી જશે કે પછી બીજા ટેન્ડર બહાર પડાશે તે તો આવનારો સમય જ બતાવશે.

અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે, હાલમાં દે.બારીયાની નગર પાલિકા વહિવટી તંત્રથી ચાલે છે. જેથી પાલિકાના સરકારી બાબુઓ પણ કુંભકર્ણની નિંદ્રામાં છે અને મન ફાવે ત્યાં મોન્સુન પહેલાનું કાર્ય કરે છે. વરસાદી કાંસોનું હજુ પણ 100 ટકા સાફ થઈ શકે નથી. તે સાફ કરવા કોણ આદેશ આપશે ? કે પછી બીલો બનાવી દેવાશે ?