જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા વન વિભાગે પોલીસને સાથે રાખી રેડ કરી દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ફોરેસ્ટ રેન્જ માંથી મકાઈની બોરીઓની આડમાં ખેરના લાકડા ભરીને લઇ જતો ભરેલો ટેમ્પો ઝડપી પાડી કુલ રૂા.ખેરના લાકડા સહીત રૂા.3,00,000/- નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દેવીરામપુરા ગામે કરિયાણાની દુકાન ચલાવતો વેપારી ખેરના લાકડાની હેરાફેરી કરતો હતો. જ્યારે ઈશાક હુસેન ખરાદી નામનો ઇસમો ખેરના લાકડાની તસ્કરી કરતા હતા અને તેઓ મકાઈ ભરેલી બોરીઓની આડમાં ખેરના લાકડાની હેરાફેરીનો કારોબાર ચલાવતા હતા.
સાગટાળા વન વિભાગે પોલીસને સાથે રાખી રેડ કરી 407 ટેમ્પામાં મકાઈની બોરીઓની નીચેથી ખેરના લાકડાના લીલા ટુકડા મળી આવ્યા હતા. જેથી વન વિભાગે ખેરના લાકડા સહીત રૂ.3,00,000/- નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેવીરામપુરાનો ઇશાક હુસેન ખરાદી તેમજ તેનો ભાઈ ફારૂક હુસેન ખરાદી સહિત અન્ય ત્રણને ઝડપી પાડ્યા છે.
ખેરના લાકડાની તસ્કરીમાં અન્ય ઈસમો પણ સામેલ હોવાનું જાણવા મળતાં વન વિભાગની ટીમ દ્વારા ફરાર થયેલા લાકડા ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.