દે.બારીયા રજવાડી શહેરમાં કુવા, વાવોમાં પાણી તો ભરપૂર ભરલા પરંતુ કચરા થી દુષિત અને લીલની સાફસફાઈ કયારે કરાશે ???

દે.બારીયા,દે.બારીયા શહેર રજવાડી સમયનો પંચમહાલનું પેરીસ તરીકે ઓળખાતુંં શહેરનું નામ દે.બારીયા સ્ટેટનું કેપીટલ શહેર દે.બારીયા શહેરની ગણના થતી હતી. તે રજવાડી સમયથી પીવાના પાણીના સ્ત્રોતોમાં મુખ્ય શ્રોતમાન સરોવર મહારાજા માનસિંહજીના નામે છપ્પનીયાકાળમાં મોટા તળાવનું ખોદકાર્ય કરાયું હતું. તે છપ્પનીયો કાળ એટલે ભયંંકર ભુખમરો હતો. તે સમયના રાજવીએ વિચારીયું જનતા ભુખેના રહે અને કાર્ય કરે અને ખાવાનું અનાજ રાજવી સમયમાં આપવામાં આવતુંં હતું. આજે હાલની સરકારી વિના મુલ્યે ધઉં, ચોખા આપે છે. કોઈપણ કાર્ય વગર પરંતુ હાલ તો વિના મુલ્યેનો અનાજનો જથ્થો 50 ટકા સગેવગે થઈ જાય છે. જરૂરતમંદ લાભાર્થીઓને મળતો નથી. તે સમય અને આજના સમયમાં ઘણો ફરક છે.

દે.બારીયા શહેરમાં કુવા અને વાવોની કમી નથી. તેની લગભગ સંખ્યા 40 થી 50 હશે તેમાં પુષ્કળ પાણી ભરેલું છે. પરંતુ અમુક વાપરવા લાયક છે. વધારે પડતાા પ્રદુષિત થઈ ગયેલા છે. તેની સાફ સફાઈ નગર પાલિકાના દ્વારા દર વખતે થાય છે. જાળવણીનો અભાવ જોવા મળે છે. આ પ્રદુષિત કુવા, વાવોની સાફસફાઈ થાય તેવી માંંગ છે. પાલિકાના વહિવટ કરતાઓ પીવાનું પાણી પ્રદુષિત ના થાય શહેરમાં પાણીના સ્ત્રોતોની સાથે પાણીનું સ્તર ઉંચે આવે તે માટે કાર્ય કરે તો આવનારી પેઢી માટે સારા દિવસો આવશે તેમાં બેમત નથી. આ કુવાઓ વાપરવા લાયક વાસણ, કપડાં તેમજ બાંધ કાર્ય માટે વાપરવા માટે ઉપયોગમાં લેવાશે. કુવા તથા વાવ પાનમ નદીનો ચેકડેમ પણ સુકો થતા પાણી ઓછું થયું છે. ચેકડેમમાં રેતીનો ભરાવ થઈ જતા પાણીનો સંગ્રહ ઓછું થાય છે. તો પાનમ નદીના ચેકડેમ માંંથી રેતીનો ભરાવો ઓછો કરવાની આવશ્યકતા છે.

આવનારા સમયમાંં શહેરવાસીઓને પ્રદુષિત યુકત અને ફિલ્ટરવાળું પીવાનું પાણી મળી રહે તે માટે હાલથી કાર્ય કરવા પડશે તેા જ શહેરનો વિકાસ થયેલો ગણાશે અને મોડેલ તાલુકા અને શહેરમાંં ગણના થશે. દેશ આઝાદ થયે 75મા વર્ષે પણ પીવાનુંં પાણી ચોખ્ખું મળતું નથી. તે માટે આપણે જવાબદાર છીએ. દરેક ક્ષેત્રે પ્રદુષણ અટકાવવા માટે આગળ આવવું પડશે અને સ્વચ્છ ભારત મીશન માટે કાર્યદ્રળતા સાથે આગળ ધપાવવો રહ્યો.