દે.બારીયા, દે.બારીયા શહેરમાં સ્ટેશન શેરીમાં આવેલ એક ખાનગી સંજીવતી હોસ્પિટલમાં ગયા સપ્તાહ એક પ્રસૃતાને પ્રસૃતિ માટે ટીડકી ગામેથી પ્રસૃતાને પીડા ઉપડતા દે.બારીયાની સંજીવની હોસિપટલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. પ્રસૃતાનું બી.પી. ઓછું હોવાને કારણે બાળક પેટ માંજ મૃત્યુ પામ્યું હતું. ત્યારબાદ તબીબના દ્વારા રેખાબેનનું સીજેરીયન કરી પ્રસૃતિ કરી મૃત નવજાતની પ્રસૃતિ કરાવી હતી. તેના બાદ રેખાબેનની તબીયત વધારે ખરાબ થતા પ્રસૃતાને ગોધરા તરફ રીફ કરવામાં આવતા રેખાબેનનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. આવા અનઆવડતવાળા ર્ડાકટરની બેદરકારી સામે આવી હતી. આવા લેભાગું ર્ડાકટરોને કોણ સેહ આપે છે ? અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે, દે.બારીયામાંં ખાનગી હોસ્પિટલો બિલાડની ટોપની માફક ઉગી નિકળ્યા છે. જેમાં સરકારની ગાઈડ લાઈનનુંં પાલન કરવામાં આવતું નથી. તબીબની ગેરહાજરીમાં સ્ટાફના દ્વારા પ્રસૃતિ અને સારવાર કરવામાં આવતી હોય છે. જેમાં તેઓનુંં નર્સનુંં કોર્સનુંં સર્ટી પણ હોતું નથી. શહેરમાંં દરેક હોસ્પિટલમાં સ્ટાફને ઓછા વેતન ઉપર રાખી લેવામાં આવે છે. આના પાછળ તાલુકા અને જીલ્લા આરોગ્ય તંત્ર પણ તેટલું જ જવાબદાર છે. કારણ તેઓ તબીબો પાસેથી હપ્તા લેતા હોય છે. તેવું ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે. આ ટકાવારીનું કેન્સર આખા દેશને ખોખલું કરી નાખશે. 2050 સુધી આપણો દેશ ભારત ઈકોનોમીમાં કેવી રીતે નંબર વન થશે તેમાં શંકા છે.
મળતા સૂત્રો અનુસાર આવી પ્રસૃતી કરાવનારા હોસ્પિટલોમાં ગેરકાનૂની રીતે ગર્ભપાત પણ કરાવીને બાળાઓની હત્યા પણ કરતા આવે છે. લેભાગુ ર્ડાકટરો ખચકાતા નથી. જેથી તગડી કમાણી થાય છે. તેમજ નવજાત શિશુંનુંં કળયુગની માતા ત્યજી દે તો શિશુંનું રીતસર ખરીદ વેચાણ પણ થતું હોય છે. તેવું આમ જનતામાં ચર્ચાઇ રહ્યું છે. આનામાં જીલ્લા આરોગ્ય અધિકારી પણ જવાબદાર ગણાય. અભણ ગામડાના લોકોને નાણાં રૂપી વળતર ચુકવીને શાંત પાડી દેવાતા હોય છે. આના પાછળ પોલીસ તેમજ લેભાગુ મીડીયા કર્મી પણ વેચાઈ જાય છે. આગળ હવે થી આવા નવજાત શિશુઓની મોત ના થાય તેવા કડક પગલાં ભરાય અને આ કેસમાં જવાબદાર અને બેદરકારી કરનારા જે પણ ચમરબંધી તબીબો હોય તેઓને કાનૂની સકંજામાં લેવાશે ખરાં ? કે પછી એક-બે સપ્તાહમાં ભુલાઈ જશે તે આવનારો સમય બતાવશે.