દાહોદ,
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાંથી પોલીસે નાકાબંધી દરમિયાન એક ફોર વિહિલર ગાડી તેમજ એક બાઈક પરથી રૂપિયા 32,255/- ના વિદેશી દારૂના જથ્થા સાથે બંને વાહનોની કિંમત મળી કુલ રૂપિયા 3,32,255/- નો મુદ્દામાલ કબ્જે કર્યાનું જ્યારે પોલીસને ચકમો આપી 3 જેટલા ઈસમો નાસી જવામાં સફળ રહ્યા હોવાનું જાણવા મળે છે.
દેવગઢ બારીયા નગરમાં આવેલ રાધે ગોવિંદ મંદિરની પાછળ દેવગઢ બારીઆ પોલીસને મળેલ બાતમીના આધારે નાકાબંધી કરી આવતા જતા તમામ નાના-મોટા વાહનોની તલાસી હાથ ધરતા હતા. તે સમયે ત્યાંથી એક ફોરવીલર ગાડી તેમજ મોટર સાયકલ પસાર થતા પોલીસ સાબદી બની હતી. પોલીસને જોઈ બંને ગાડીઓમાં સવાર શિવરાજભાઈ સનાભાઇ ઠાકોર, દિનેશભાઈ સનાભાઇ ઠાકોર (બંને રહે. દેવગઢ બારીયા પાણીની ટાંકી પાસે, તા. દેવગઢ બારીઆ, જિ. દાહોદ) તેમજ આકાશ ઉર્ફે કાળીયો પરમાર (રહે. દેવગઢ બારીઆ, તા. દેવગઢ બારીઆ, જી. દાહોદ) નાઓ પોલીસને ચકમો આપી ઉપરોક્ત ત્રણેય ઈસમો નાસી જવામાં સફળ રહ્યા હતા. પોલીસે ફોરવીલર ગાડી તેમજ મોટર સાયકલની વાહનોની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ બોટલો નં. 168 જેની કિંમત રૂપિયા 32,255/- તેમજ બંને વાહનોની કિંમત મળી કુલ રૂપિયા 3,32,255/- નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂદ્ધ દેવગઢ બારીઆ પોલીસે પ્રોહિનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.