દે.બારીઆના પીપલોદ ગામે પરણિતા પાસેથી દહેજમાં પાંચ લાખની માંગણીથી ત્રસ્ત મહિલાએ સાસરીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે રૂપિયા પાંચ લાખના દહેજની માંગણી કરનાર પતિ તથા સાસુ સસરાના ત્રાસથી તેમજ છુટ્ટા છેડા આપવા માટે કરાતા દબાણથી વાજ આવી અમદાવાદ ખાતે પરણાવેલી પીપલોદ ગામની સોની સમાજની પરણિત મહિલાએ પોતાના પતિ તથા સાસુ સસરા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

પીપલોદ બજારમાં રહેતી 31 વર્ષીય ચાર્મીબેન સોનીના લગ્ન તા. 10-12-2020ના રોજ અમદાવાદ વસ્ત્રાપુર ખાતે ઈ આકાશ રસબરી કુટીર બંગાલામાં રહેતા ધરવકુમાર હરેશભાઈ સોની સાથે સમાજના રિતરિવાજ મુજબ થયા હતા. ચાર્મીબેનને લગ્નના છ માસ સારી રીતે રાખ્યા બાદ તેના પતિ તથા સાસુ-સસરાનું પોત પ્રકાશ્યું હતું અને તેના પતિ અન્ય પુરૂષનો ખોટો શકવ્હેંમ રાખી અસહ્ય ત્રાસ આપવા લાગ્યો હતો અને તેના મા-બાપની ચઢામણીથી મારકુટ કરી પિયરમાંથી રૂપિયા પાંચ લાખ લઈ આવ અને જો તુ નહી લાવે તો તને મારી નાંખીશું તેવી ધમકીઓ આપી ચાર્મીબેનને અવાર નવાર છુટ્ટા છેડા માટે દબાણ કરી હેરાન પરેશાન કરી શારીરીક અને માનસીક ત્રાસ આપતા આવા ત્રાસથી વાજ આવેલ ચાર્મીબેન સોનીએ પોતાના પતિ તથા સાસુ સસરા વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આ સંદર્ભે પોલીસે ઈપિકો કલમ 498(ક), 323, 504, 506(2), 114 દહેજ પ્રતિબંધક ધારા મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.