
દે.બારીયા,
દે.બારીયા 134 સીટીની ઉમેદવારી ફરી એક વખત મળતા બચુભાઈ ખાબડ લાવલશ્કર સાથે બસ સ્ટેન્ડના પાસે ત્રણ રસ્તે લગભગ 5 થી 6 હજાર જનમેદના સાથે પોતાની ઉમેદવારી પત્ર ભરવા માટે ભેગા થયા હતા. સૌનો એક જ સૂર હતો વાદ નહિ વિવાદ નહી ખાબડ જેવી વાત નહીં, કહો દિલ સે ખાબડ ફિર સે આ સૂત્રો વિશાલ જનમેદનાના સ્ટેજ ઉપરથી સૂર સંભળાતા હતા. દે.બારીયા શહેરમાં સાઉન્ડ સીસ્ટમ પ્રથમવાર જોવા મળી છે. શહેરના મેન રસ્તાઓ ઉ5ર લાઉડ સ્પીકર થી સભાના પ્રવચનનો અવાજ ધાનપુર રોડ સર્કલ થી લઈને સ્ટેશન શેરી, બસ સ્ટેન્ડ તેમજ પોલીસ ચોકી, સમડી સર્કલ થી ક્ધયાશાળા રોડ થી વિકટરી સર્કલ બજાર તથા ટાવર શેરી, શુક્વારી બજારથી લઈને સુભમ કોમ્પ્લેકસ થી ટેલીફોન ઓફિસ થી લઈ સંચાગલીના નાકે પાવાગઢના રોડ સુધી સભાના સ્થળેથી આખા પ્રોગ્રામનું સાઉન્ડ લાઈવ સંભળાતું હતું. આ શહેરમાં પહેલીવાર થવા પામ્યો છે. સવાર થી જ જડબે સલાક પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સભાની શરૂઆત એક કલાકે શરૂ કરવામાં આવી હતી. શાળાની બાળાઓએ સ્વાગત ગાઈ સ્વાગત મંત્રી ભર્યાનુું કર્યો હતો. તુષારસિંહ બાબાના પ્રવચનમાં જણાવતા એક લાખ વોટ થી ખાબડ સાહેબ જીતેલા છે. ત્યારબાદ દાહોદ સીટના સાંસદ જશવંત ભાભોરના પ્રવચનમાં જણાવ્યું હતું. દાહોદ જીલ્લાના વિકાસ પુરૂષ એટલે બચુભાઈ તેમણે નર્મદાના નીર દાહોદ જીલ્લાની ધરા ઉપર લાવ્યા છે. ત્યારબાદ દે.બારીયાના લોકલાડીલા બચુભાઇ ખાબડના પે્રરક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દે.બારીયાને પાવન ધરાએ મને જીલ્લાના નેતૃત્વએ ઉમેદવારી કરવાનો અવસર આપ્યો છે.
આપની ભરપૂર પ્રમાણમાં જનમેદના કહી રહી છે. દાબી.. દાબી..ને કમળના બટનના ઉપર આપણી છાપ પડી જાય તેવા પ્રમાણે મતદારોને ધરના, ફળીયાના, ગામના, મીત્ર મંડળના, સગાવ્હાલા તે પ્રમાણે ભરપુર રીતે કામે લાગી જવાનો આહ્વાન કરાયો હતો. શહેર હોય ગામડું હોય તેનું વિકાસનું સંકલ્પ સાથે મારા 20 વર્ષના કાર્ય કરવા અને ફરી તમારા માટે આ ચુંટણી લડી રહ્યો છું. લીમખેડામાં વડાપ્રધાનની સભામાં કડાણાના પાણી લાવવા માટે આવ્યા તો વિરોધ પક્ષે કાળા વાવટા સાથે વિરોધ કર્યો હતો. વધુમાં જણાવતા આપ પાર્ટીના રેવડી કલ્ચરના વાયદાઓથી અંજાસો નહિ અને હવે અહીંથી મામલતદાર ધર ઓફિસે મારી સાથે ઉમેદવારીપત્ર ભરવા તમારે રેલીના સ્વરૂપે જવાનું છે. પ્રવચન કરીને દે.બારીયાની 134 સીટની ફરી હાથમાં લેવાનો અવસર બચુભાઈના કંધે આવ્યો છે. સૌનો વિશ્વાસ સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્ર્વાસ મારી જીત નિશ્ચિત છે. એ મને વિશ્વાસ સાથે કહું છું. તેમાં બે મત નથી.
સ્ટેજના મંચસ્તો મહાનુભાવોમાં જસવંતભાઈ ભાભોરે દાહોદ સીટના સીટીંગ સાંંસદ છે તથા શંકરભાઇ અમલીયાર, તુષારસિંહ બાબા પૂર્વ ધારાસભ્ય મનુભાઇ મકવાણા, કરણમામા, ર્ડા. ચાર્મીબેન સોની દે.બારીયા નગર પાલિકા પ્રમુખ, ભરત ભરવાડ, મહેશ બાલવાણી, ઈલ્યાસભાઈ મન્સુરી તથા વિપુલ પટેલ હાજર રહીને સ્ટેજની શોભા વધાવી હતી.