દેે.બારીયા, દે.બારીયા શહેર તથા પંથકમાં તા.12/07/2023 બુધવારના રોજ સવારે 6-30 થી 8-00 કલાકના સમય દરમિયાન ધોધમાર વરસાદી માહોલ જામ્યો હતો. જેથી ટુંંકા સમયમાં એક ઈંચ જેટલો વરસાદ થવા પામ્યો હતો.
દે.બારીયા પંથકમાં સાર્વત્રિક વરસાદ નોંંધાતા ખેડુતો ખેતીના કાર્યમાં લાગી ગયા છે. પંથકની મુખ્ય ખેતીમાંં મકાઈ તથા તુવેરનુંં ઓરવાનું કાર્ય પુરૂ થતાં હવે ડાંગરની વાવણી માટે ચાયડા ભરપુર પાણીથી ભરાઈ ગયા હોવાથી ડાંગરના ધરૂની વાવણીના કાર્યમાં લાગી ગયા છે. ફલડ કંટ્રોલ દે.બારીયા મામલતદાર કોન્ટ્રાકટબેજના કર્મી હરીશ નાયકના જણાવ્યા અનુસાર બુધવારના સવારનો વરસાદ 27 મી.મી.નોંધાયો હતો. જ્યારે સીઝનનો હાલ સુધીનો વરસાદ 282 મી.મી. કુલ વરસાદ દે.બારીયા તાલુકાનો સરકારી આંકડા બતાવી રહ્યા છે. જેથી ફલડ ક્ધટ્રોલ મોસમ વિભાગના અહેવાલના ઉપર નજર રાખે તેવી આમ જનતાની તકેદારી રાખે તેવા જીલ્લાના વહિવટી તંત્રના આદેશ અનુસાર પાલન થાય તેની આવશ્યકતા છે.