દે. બારીયા પાલિકા વિસ્તારમાં દબાણો હટાવવામાં ગરીબોને થયો અન્યાય

  • દેવગઢ બારીયામાં માલેતુજારો લહેર કરે અને ગરીબો ખાવા માટે બીજા પાસે હાથ ધરે જેવી પરિસ્થિતિ.

દાહોદ,

પ્રાપ્ત વિગતો મુજબ દેવગઢ બારીયા પાલિકા વિસ્તારમાં રોડની બન્ને સાઈડ ઉપર દબાણોનો જમાવડો બહુ લાંબા સમય થી જામી ગયો હતો. આ દબાણમાં લારી ગલ્લા અને નાના શાકભાજી વાળાઓ કઈ મોટું દબાણ કરી બેઠા હોય તેવું કઈ જણાતું ના હતું. સમડી સર્કલ થી ભેદરવાજા સુધી પણ દબાણ ખાસ કરીને રોડની સાઈડમાં આવેલ દુકાનોવાળા એ આગળ ઓટલા અને પતરાના સેડ કરી દબાણ વધાર્યું એ દબાણ પાલિકાના અધિકારીને કેમ દેખાતું નથી. સરકારના પરિપત્ર મુજબ રોડના મધ્યભાગ થી કેટલા અંતરમાં મકાન અથવા દુકાનનું બાંધ કામો થઈ શકે. સરકારના પરિપત્રની અવગણના કરીને પાલિકા વિસ્તારમાં પાકા બાંધ કામો ઠોકી બેસાડ્યા છે. જે પાકા ગેરકાયદેસર બાંધકામો પાલિકા તંત્ર કેમ તોડાવી સકતી નથી.

દેવગઢ બારીયા ટાવર થી લઈને સમડી સર્કલ થી બસ્ટેન્ડ રોડ ઉપર પણ ફરીથી ક્યાંક ક્યાંક લારીઓ ગોઠવાઈ જતા ફરીથી પણ એજ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ ન્યાય છે કે પછી અન્યાય..??. લારી ગલ્લા તમામ હટાવી દેવા હોય તો પછી દરેક જગ્યા એ કાયદો એકજ હોવું જોઈએ. રોજનું કમાઈ રોજનું ખાનાર ગરીબ ધંધા વાળાઓની લારી ગલ્લા હટી ગયા પછી આજે તેમના હાલ કેવા છે. તે માત્ર તેમના વિસ્તારના પાલિકા સદસ્યને ખબર હશે.

પાલિકા વિસ્તારમાં પાકા બાંધકામો કેટલા અને તેમાં ગેરકાયદેસર કેટલા તેની પાલિકા કેમ દરકાર રાખતી નથી. જવાબદાર અધિકારીને આ બધીજ ખબર હોય છે. છતાં પણ કેમ ચૂપ છે તે લોકો જાણે છે. પાકા ગેરકાયદેસર દબાણો હટાવવાનું કોઈ નામ લેતું નથી કારણકે આગામી થોડા સમયમાં પાલિકાની ચૂંટણી આવે છે. શાકભાજીના પથારાવાળાઓને તળાવ ઉપર મોકલી દેવાયા. બજાર ફી દિવસમાં બે વાર તેમની પાસે વસુલ કરાઈ છે, જે ખરેખર યોગ્ય છે ખરૂં..? સાંજે ત્યાં અંધારૂં પડી જતા શાકભાજી વાળાઓને તકલીફ પડતી હોય છે. એક તરફ માનસરોવર તળાવનું લાખ્ખો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કરાઈ રહ્યું છે. ત્યારે હવે આ તળાવમાં સડેલા નકકામાં શાકભાજી ફેંકવાથી તળાવનું પાણી ગંદુ થતા તળાવ ઉપર જે દુર્ગંધ આવશે તે કેવી હશે અને ક્યારેક કોઈ સામાન્ય ઝગડામાં તળાવ ઉપર કોઈ મોટો જાનહાની થાય ત્યારે જવાબદાર કોણ.

આમ, દેવગઢ બારીયા પાલિકા તંત્ર એ તરત લીધેલા તઘલખી નિર્ણય સામે હવે પાકા ગેરકાયદેસર દબાણો હટાવશે કે કેમ તેવું નગરજનો માં ચર્ચાઈ રહ્યું છે. બોક્ષ :

દેવગઢ બારીયા એપીએમસીમાં ઘણી જગ્યા ખાલી છે. જ્યાં પણ શાકભાજી વાળાઓને બેસાડી શકાય. પણ પાલિકા એ પોતાની બજાર ફીની ડબલ આવક ગુમાવવા પડે માટે તળાવ ઉપર આ પથારાવાળાઓને હટાવી દેવાયા. એપીએમસીમાં શાકભાજીવાળા જો બેસાડાય તો નાના ગરીબ લોકોને બજાર ફી પણ ઓછી ભરવા પડે. તંત્ર આ અંગે નોંધ લેવું જરૂરી છે.