દે.બારીઆ પાલિકા સામે લાખોના ખર્ચે બનેલ નવી પાણીની ટાંકીમાં લીકેજ

દે.બારીઆ, દે.બારીઆ નગરમાં લાખ રૂપિયાના ખર્ચે બનેલી નવી પાણીની ટાંકીમાં લીકેજ થતાં તંત્ર દ્વારા લીકેજ ટાંકીનુ સમારકામ હાથ ધરાયુ હતુ.

દે.બારીઆ નગરમાં પાલિકા ઓફિસની સામે નગરના કેટલાક વિસ્તારમાં પીવાનુ પાણી પુરૂ પાડવા માટે પાલિકા તંત્ર દ્વારા વર્ષો પહેલા પાણીની ટાંકી બનાવી હતી. જે પાણીની ટાંકી જર્જરિત થતાં તંત્ર દ્વારા તેને તોડી પાડી અમૃત 2.0 સ્લેપ 1 વોટર સપ્લાય અંતર્ગત વર્ષ-2022/23માં છ લાખ લીટરની ક્ષમતાની રૂ.50 લાખના ખર્ચે તંત્ર દ્વારા નવી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જે નવી બનેલ ટાંકીનો પાલિકા તંત્ર દ્વારા નગરજનોને પાણી પુરૂ પાડવા માટે ઉપયોગ કરતા તેમાં પાણી ભરતા જ ટાંકીમાં નીચેના ભાગે પાણી લીકેજ થતાં પાણીનો જાણે દદુડો પડતો હોય તેમ ઉપરથી નીચે સુધી પાણી રેલાતા પાણીના રેલા છેક સુધી આવતા ટાંકીની આજુબાજુ પણ પાણી ભરાવવા લાગ્યુ હોય તેમ જોવા મળ્યુ હતુ. રૂ.25 લાખના ખર્ચે 6 લાખ લીટરની ક્ષમતા નવીન બનેલ પાણીની ટાંકીમાં લીકેજ જોવાતા બે માસ અગાઉ બનેલ પાણીની ટાંકીમાં લીકેજથી અનેક સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી બનેલી પાણીની ટાંકી લીકેજ હોવા છતાં પણ કેમ હસ્તગત કરી હશે તેવા સવાલો ઉભા થયા છે. તંત્ર દ્વારા આ નવીન પાણીની ટાંકી બનાવનારને બિલ ચુકવણુ કરવામાં આવ્યુ છે કેમ આ લીકેજના કારણે આવનાર સમયમાં આ ટાંકી જોખમકારક બની રહેશે કે કેમ જેવા અનેક સવાલો ઉભા થયા છે.