દે.બારીઆ પાલિકાના અધિક્ષકના ધરમાં બેગમાં મુકેલ 3.36 લાખની ચોરી

દે.બારીઆ, દે.બારીઆમાં રાધે ગોવિંદ ફ્લેટમાં રહેતા દે.બારીઆ નગરપાલિક અધિક્ષકના ધરમાં અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરી બેગમાં મુકી રાખેલા 3,36,000/-લાખ રૂપિયાની ચોરી કરી હતી. અધિક્ષકે જુના મકાનના વેચેલા રૂપિયા બેંકમાં જમા કરાવવા માટે ધરમાં મુકી રાખ્યા હતા. આ સંદર્ભે દે.બારીઆ પોલીસે અજાણ્યા લોકો સામે ચોરીનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.

દે.બારીઆ નગરપાલિકામાં અધિક્ષક તરીકે ફરજ બજાવતા અને દે.બારીઆ રાધે ગોવિંદ ફ્લેટમાં રહેતા રવિન્દ્રસિંહ કિશોરસિંહ રાઠોડે તેમના જુના મકાનના વેચેલા રૂ.3,28,000/-તથા તેમની પત્નિના પર્સમાં મુકી રાખેલ 8,000/-રૂ.મળી કુલ રૂ.3,36,000/-ધરમાં બેગમાં મુક્યા હતા. નોકરીના કામકાજમાં વ્યસ્ત રહેતા રૂપિયા બેંકમાં જમા કરાવી શકયા ન હતા અને રૂપિયા ભરેલ બેગ ધરમાં જ હતી ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમો તેમની બેગમાં મુકેલા 3,36,000/-રૂ.ચોરી કરી લઈ ગયા હતા. આ બાબતે રવિન્દ્રભાઈએ તેમની પત્નિ તથા આજુબાજુના ફલેટમાં રહેતા લોકોને તથા ફલેટનુ કામ કરતા મજુરોને જાણ કરી પુછપરછ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. આ સંદર્ભે રવિન્દ્રભાઈ કિશોરસિંહ રાઠોડે દે.બારીઆ પોલીસમાં અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધાવી હતી.

Don`t copy text!