દે.બારીઆ પાલિકાએ એક કરોડ સાત લાખની પુરાતવાળુ બજેટ રજુ કર્યુ

દે.બારીઆ,

દે.બારીઆ નગરપાલિકામાં વિવિધ વિકાસના કામો અગ્રેસર નગરપાલિકા દે.બારીઆ દ્વારા નગરના ઈતિહાસમાં પહેલીવાર 49 કરોડની આવક સાથે એક કરોડ સાત લાખની પુરાતવાળુ બરોજ દે.બારીઆ નગરપાલિકા સભાખંડની સામાન્ય સભામાં પ્રમુખ ડો.ચાર્મી નીલ સોની દ્વારા રજુ કરવામાં આવ્યુ હતુ. આ બજેટમાં સામાન્ય સભામાં કુલ 14 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાકીના ગેરહાજર રહ્યા હતા.

નગરપાલિકાની આગામી સમયમાં ચુંટણી આવી રહી છે અને હાલ તા.26 એ ચાલુ બોડીની મુદ્દત પુર્ણ થઈ રહી છે. આવા સમયમાં એકાએક બજેટની મિટીંગ નગરપાલિકા પ્રમુખ દ્વારા રાખવામાં આવી હતી જેમાં નગરની પ્રાથમિક સુવિધા પાણી, લાઈટ, સફાઈ, ગટર અને પ્રવાસન બાંધકામ વિભાગના વિવિધ કામોના આગોતરા આયોજન સાથે 49 કરોડનુ બજેટ મંજુર કરવામાં આવ્યુ હતુ. જેમાં પાણી પુરવઠામાં સાત કરોડ રૂપિયા જેમાં નળ સે જળ યોજના અંતર્ગત 2 પાણીની ટાંકી 6 લાખની એક 10 લાખ લીટરનો પાણીનો સંપ કામગીરી હાલ પ્રગતિમાં છે. જેથી નગરમાં આંતરે દિવસે મળતુ પાણી સ્ટોરેજ કેપેસિટી વધવાથી રોજ મળતુ થશે. નવી સ્ટ્રીટ લાઈટો લગાડવામાં આવશે જેની જોગવાઈ કરવામાં આવી. સફાઈ મતે નગરપાલિકા વિસ્તારમાં નગરમાં ડોર ટુ ડોર કલેકશન સો ટકામાં થાય તેવા આગામી સમયમાં પ્રયત્ન કરવામાં આવશે. ન્યુસેન્સ સાફ કરી ડસ્ટબીન મુકવામાં આવશે. નગરજનોને 40 રૂપિયામાં ડસ્ટબીન ભીના કચરા-સુકા કચરાની આપવામાં આવશે. બાંધકામ વિભાગ વિવિધ સ્થાનિક જરૂરિયાત માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્ર યોજનામાં બે કરોડ અને 15માં નાણાંપંચ ટાઈડ અને અન ટાઈડમાં 5.5 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. એમ કુલ રૂ.49 કરોડની આવકસ સાથે એક કરોડ સાત લાખના પુરાંતવાળુ બજેટ નગરપાલિકાની સામાન્ય સભામાં મંજુર કરવામાં આવ્યુ હતુ.