દે.બારીઆ પાલિકાએ 80 ટકા વેરાની વસુલાત કરી

દે.બારીઆ,દે.બારીઆ નગરની 8000 મિલ્કતનો દોઢ કરોડ રૂપિયા માંગણુ હતુ. તેની સામે એક કરોડ 23 લાખની વસુલાત આવી છે. સમગ્ર દાહોદ-પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ ખુબ નબળી હોય છે. જેના કારણે નગરપાલિકાનુ વહીવટ ચલાવવો તે ખુબ મુશ્કેલ બનતુ હોય છે. નગરપાલિકામાં વેરા વસુલાત કરવામાં ખુબ મુશ્કેલી પડતી હોય છે. પરંતુ વર્ષ 22/23માં ઈતિહાસમાં પ્રથમ વખત 80 ટકા વસુલાત નગરપાલિકા દે.બારીઆના વેરા વિભાગમાં આવી છે. જે સમગ્ર વડોદરાની 26 નગરપાલિકામાં બીજા ક્રમે અને પંચમહાલ-દાહોદ અને મહિસાગરની 10 નગરપાલિકામાં વેરા વસુલાતમાં દે.બારીઆ 80.12 ટકા જયારે સોૈથી ઓછો બાલાસિનોર 23.73 ટકા અને વડોદરાની જુની કુલ 26 નગરપાલિકામાં બીજા ક્રમે દે.બારીઆ રહ્યો છે. વર્ષ-22/23માં વિવિધ નગરપાલિકાઓનુ સ્વભંડોળ તેઓના વેેરા વસુલાતથી ચાલતુ હોય છે. સરકાર હવે 100 ભંડોળ વધે અને વેરા વસુલાત આવે તેના પર ખાસ ભાર મુકતી હોય છે. વડોદરા ઝોનની કુલ 26 નગરપાલિકામાં પંચમહાલ-દાહોદ અને મહિસાગર જિલ્લાની 10 નગરપાલિકાઓ આવેલી છે. જેમાં દે.બારીઆ નગરપાલિકાએ 80 પોઈન્ટ 12 ટકા વેરા વસુલાતમાં પહેલો નંબર મળ્યો છે. જયારે સોૈથી ઓછો બાલાસિનોરમાં છે. ગોધરા નગરપાલિકાની આર્થિક હાલત ખુબ ગંભીર હોવા છતાં નગરપાલિકા 43.89 ટકા માત્ર વસુલાત થઈ છે. જયારે હાલોલ ઈન્ડ્રસ્ટિયલ અને જીઆઈડીસી એરીયા હોવા છતાં પણ 36.12 ટકા જ વસુલાત 50 ટકા પણ થઈ નથી. આમ નગરપાલિકા ચલાવવા માટે આર્થિક પરિસ્થિતિ માટે સ્વભંડોળ ખુબ જરૂરી છે.