દે.બારીઆ, દે.બારીઆ તાલુકાના ટીકડી ગામે ખોરાકની શોધમાં આવેલ વન્યપ્રાણી દિપડો પાણી ભરેલા કુવામાં ખાબકયો હતો. વનવિભાગ ટીમ દ્વારા ટીકડી ગામે ધસી જઈ દિપડાને કુવામાંથી બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરી હતી.
દે.બારીઆ તાલુકાના ટીકડી ગામે કુવા ફળિયામાં રહેતા જુવાનસિંહ બારીયાના ખેતરમાં આવેલા કુવામાં દિપડો ખાબકયો હતો. જેના પગલે ગ્રામજનોએ વનવિભાગની ટીમને જાણ કરતા દે.બારીઆ વનવિભાગની ટીમ ટીકડી ગામે દોડી આવી હતી. એચ.એમ.પટેલિયા રાઉન્ડ ફોરેસ્ટર દે.બારીઆના માર્ગદર્શનમાં કુવાને જાળી વડે કોર્ડન કરી સાવચેતીના ભાગરૂપે ગ્રામજનોને કુવાથી દુર ઉભા કરી દીધા હતા. અંધારા પડ્યા બાદ વન્ય પ્રાણી દિપડાનુ રેસ્કયુ કરી રહાર કાઢવાની કામગીરી વનવિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.