દે.બારીયાની એસ.બી.આઈ. શાખામાં ડીપોઝીટના નાણાં મેનેજર સહિત મળતિયા ઈસમો ઉપાડી લેનારા બાહોશ પોલીસના રડારની બહાર કેમ…???

દે.બારીયા,દે.બારીયા તાલુકના નાકટી ગામના સુથાર ફળીયામાં રહેતા દે.બારીયા એસ.બી.આઈ. શાખામાં ગેરકાનુની એજન્ટ અડીંગો જમાવી રાખનાર એસ.બી.આઈ.ના મેનેજરના મેળાપીપણાથી ડીપોઝીટ કરાવી આપીશ જણાવી બેન્કની સ્લીપોમાં અંગુઠા લઈ ડીપોઝીટની પાકી મુદ્દતે મુકેલા સીનીયર સીટીઝનના રૂા.6 લાખ ઉપાડી લઈ છેતરપિંડી તથા વિશ્ર્વાસધાત કર્યાનું ગતસપ્તાહ બહાર આવતા આખો મામલો પોલીસના શરણે પહોંંચ્યો હતો.

મળતી માહિતી અનુસાર ગત તા.11/03/2019માં દે.બારીયા તાલુકાના નાકટી ગામના સુથાર ફળીયામાં રહેતા 64 વર્ષીય ભારૂભાઈ વીરસીંગભાઈ સુથાર નામના સીનીયર સીટીઝનને પોતાની આખી જીંદગીની કમાણીના 6 લાખ રૂપીયા ફિકસ ડીપોઝીટમાં મુકયાના હોવાથી તેઓ દે.બારીયા એસ.બી.આઈ. શાખામાં ગયા હતા. તે વખતે દે.બારીયાના વતની અને બેંકના કર્મી ના હોવા છતાં બેન્કમાં અડીંગો જમાવી રાખનાર મુકેશભાઈ સુંદરભાઈ સોનીએ લાગ મળતા શિકાર શોધી લીધો પટાવી ફોસલાવીને તમામ નાણાં ફીકસ ડીપોઝીટ કરાવી આપીશું તેમ કહીને બેંકની સ્લીપો ઉપર સીનીયર સીટીઝન ભારૂભાઈ વીરસીંગભાઈ સુથારના અંગુઠા લઈ તમારા 6 લાખ રૂપીયા ફિકસ ડીપોઝીટ થઈ ગઈ છે. તેમ કહી અને આ પૈસા તમને સાડા પાંચ વર્ષ પછી મળશે. તેવું કહી સીનીયર સીટીઝનને વિશ્ર્વાસમાં લીધા હતા.

આખા પ્રકરણમાં બેંક મેનેજર પણ મુખ્ય ગુનેગારમાં આવે છે. 6 લાખ રૂપીયા જેટલી માતબર રકમ આધારકાર્ડ તથા પાનકાર્ડ તેમજ બેંકની પાસ બુક જોયા વગર સીનીયર સીટીઝન ત્રાહિત વ્યકિતના નાણાં બેંંકના મેનેજરે મળતીયાને ડીપોઝીટીના રૂપીયા મુકેશભાઈ સુંદરલાલ સોનીને પધરાવી દીધા તો જે તે સમયના એસ.બી.આઈ. શાખા મેનેજર પણ આમા ભાગીદાર તરીકે તેટલા જવાબદાર છે. હાલમાં મુકેશભાઈ સોની ફરાર છે…? અને આગોતરા જામીન મેળવવાની તજવીજમાં છે. તેમજ જે તે બેંક મેનેજરનું એફ.આર.આઈ.માં નામ પણ સામેલ કેમ નથી. તેમાં કાચું રંધાઈ રહ્યુંં નથી ને તે ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યું છે.

આખી જીંદગીની કમાણી લુંંટાઈ ગઈ છે. તેવા અજાણ ભારૂભાઈ વીરસીંગભાઈ સુથાર ગત સપ્તાહએ બેંકમાં ડીપોઝીટ ઉપાડવા ગયા હતા અને સ્લીપો ભરી બેકમાં કેસના કાઉન્ટર ઉપર આપતા બેંકના કેશીયરે ખાતાનું બેલેન્સ તપાસતા તે રૂપીયા 6 લાખ ઉપડી ગયાનું કેશીયરે કહેતા ભારૂભાઈના પગ તળે થી જમીન ખસી અને ભાન આવ્યું. મુકેશભાઈ સોનીએ મારો ખેલ કરી નાખ્યો છે. આ સંબંધે ભારૂભાઈ વીરસીંગભાઈ સુથારે દે.બારીયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. દે.બારીયા પોલીસે આમા મગનુંં નામ મરી પાડી શકતા નથી અને આમાં સામેલ બેંક મેનેજરનુંં નામ પણ નોંધાયો નથી. તે તપાસનો વિષય છે. આટલી મોટી રકમ કોઈ પણ આધાર પુરાવા જોયા વગર મળતીયાને આપી દેવી તે આર.બી.આઈ.ના નિયમોમાં આવે છે. ખરું ? તેની તપાસ થવી જોઈએ.