દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીયાના અસાયડી ગામે અન્નપુર્ણા હોટલ ની નજીક રોડ પરરૂ પાર્ક કરેલ રૂા. દોઢ લાખની કિમતની કેરીએમ ગાડી કોઈ ચોરી લઇ ગયાનું જાણવા મળેલ છે.
ગરબાડા તાલુકાના પાંદડી ગામના ભાભોર ફળિયામાં રહેતા ખીમાભાઈ નુરાભાઈ ખરાડીયા ગત તા. 27.12.2023 નારોજ બપોરના દોઢ લાખની કિમતની જીજે. 20 એપી. 4340 નંબરની કેરીએમ ગાડી અસાયડી ગામે અન્નપુર્ણા હોટલની નજીક રોડ પર પાર્ક કરી હોટલમાં ચ્હા નાસ્તો કરવા ગયા હતા અને હોટલમાં ચ્હા નાસ્તો કરી હોટલમાંથી બહાર આવ્યા હતા. તે સમય ગાળા દરમ્યાન કેાઈ વાહન ચોર ખીમાભાઈ નુરાભાઈ ની ખરાડીયાની રૂા. દોઢ લાખની કિમતની કેરીએમ ગાડી ચોરીને લઇ ગયા હતા. આ સબંધે પાંદડી ગામના ખીમાભાઈ નુરાભાઇ ખરાડીયાએ ઘટનાના પોણા પાંચ માસ બાદ પીપલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંબંધે ચોરીનેા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.