દે.બારીયાની અસાયડી ગામે અન્નપૂર્ણા હોટલ પાસે ફોર વ્હીલ ચાલકે રાહદારીને અડફેટમાં ગંભીર ઈજાઓ સારવાર દરમિયાત મોત

દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે અન્નપૂર્ણા હોટલ નજીક નાયરની દુકાન સામે રોડ ઉપર રાતે પૂરપાટ દોડી આવતી ફોરવીલ ગાડીએ એક આધેડ રાહદારીને અડફેટમાં લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી નાસી જતા તે ગંભીર ઇજાગ્રસ્ત આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

એક ફોરવીલ ગાડીનો ચાલક તેના કબજાની જીજે- 20 એ -7457 નંબરની ફોરવીલ ગાડી પરમ દિવસ તારીખ 21-03-2024 ના રોજ રાત્રિના સાડા સાત વાગ્યાના સુમારે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી અસાયડી ગામે અન્નપૂર્ણા હોટેલ નજીક નાયરની દુકાન સામે રોડની સાઈડમાં પગે ચાલતા જઈ રહેલા અસાયડી ગામના ડાયરા ફળિયામાં રહેતા 45 વર્ષીય ગુલાબભાઈ ભીખાભાઈ ડાયરાને અડફેટમાં લઈ રોડ પર પાડી દઈ પોતાના કબજાની ફોરવિલ ગાડી લઈને નાસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 45 વર્ષીય ગુલાબભાઈ ભીખાભાઈ ડાયરાને માથાના ભાગે તથા હાથે પગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેને સારવાર માટે પીપલોદ સરકારી દવાખાને ખસેડવા માં આવતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ સંબંધે અસાયડી ગામના મરણજનાર ગુલાબભાઈ ભીખાભાઈ ડાયરાના મોટાભાઈ બુધાભાઈ ભીખાભાઈ ડાયરાએ નોંધાવેલી ફરિયાદને આધારે પીપલોદ પોલીસે આ સંદર્ભે ફોરવીલ ગાડીના ચાલક વિરૂદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.