દે.બારીયાની અલગ અલગ જગ્યાએથી બે મોબાઈલ ચોરીની ફરિયાદ

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆમાં જુદી જુદી જગ્યાએ બનેલા મોબાઈલ ફોન ચોરીના બે બનાવોમાં 36000ની કુલ કિંમતના બે મોબાઈલ ફોન ચોરાયાનું જાણવા મળ્યું છે.

દેવગઢ બારીઆમાં મોબાઈલ ચોરીના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ દેવગઢ બારીઆના સમડી સર્કલ આગળ સવારે સાડા દશ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં મોટી ખજુરી ગામના જુના ફળિયામાં રહેતા જીતેન્દ્રકુમાર ગણપતભાઈ નાયકના ખિસ્સામાંથી કોઈ મોબાઈલ ચોર રૂા. 6000ની કિંમતનો ઓપો કંપનીનો બ્લ્યુ કલરનો એ.55 મોબાઈલ રફોન ચોરીને લઈ ગયો હતો. આ સંબંધે મોટી ખંજુરી ગામના જીતેન્દ્રકુમાર ગણપતભાઈ નાયકે નોંધાવેલ ફરિયાદને આધારે દે.બારીયા પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે દેવગઢ બારીઆમાં મોબાઈલ ચોરીનો બીજો બનાવ ડાંગરીયા મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં બપોરના સવાબાર વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં દે.બારીયા, જલારામ મંદીર ખાતે રહેતા અને નોકરી કરતા કનુભાઈ હમીરભાઈ ખરાડીના ખિસ્સામાંથી કોઈ મોબાઈલ ફોન ચોર રૂા. 29,999 ની કિંમતનો ઓપો રેનો 8 ટી 5-જી મોબાઈલ ફોન ચોરીને લઈ ગયો હતો. આ સંબંધે દેવગઢ બારીઆ જલારામ મંદીર ખાતે રહેતા કનુભાઈ હમીરભાઈ ખરાડીએ નોંધાવેલ ફરિયાદને આધારે દેવગઢ બારીઆ પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.