દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામે એક 23 વર્ષિય પરણિતાએ અગમ્યકારણોસર પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો.
ગતરોજ દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામે જુના ફળિયા ખાતે રહેતાં અર્પિતાબેન રાકેશભાઈ ચૌહાણે પોતાના ઘરની જોતરી ઉપર ઓઢણીથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની જાણ પરિવારજનો તેમજ સ્થાનીક લોકોને થતાં ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતક પરણિતાના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતા. ત્યારે ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ સંબંધે મૃતક પરણિતાના પતિરાકેશભાઈ રાજુભાઈ ચૌહાણે દેવગઢ બારીઆ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.