દાહોદ,દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆના નાકટી ગામના સુથાર ફળિયામાં રહેતા એન સીનીટર સીટીઝનને દેવગઢ બારીઆ, બજાર શેરીમાં રહેતા એક સોનીએ એસ.બી.આઈમાં મેનેજરને મળી ડીપોઝીટ કરાવી આપવાનું જણાવી બેન્કની સ્લીપોમાં અંગુઠા કરાવી લઈ ડીપોઝીટની પાકી મુદતે તે સોનીએ ડીપોઝીટમાંમૂકેલા સીનીયર સીટીઝનના રૂપિયા 6 લાખ ઉપાડી લઈ છેતરપીંડી, વિશ્ર્વાસઘાત કર્યાનું બહાર આવતા મામલો પોલીસમાં પહોંચ્યાનું જાણવા મળ્યું છે.
ગત તા. 11-3-2019માં દેવગઢ બારીઆના નાકટી ગામે સુથાર ફળિયામાં રહેતા 64 વર્ષીય ભારૂભાઈ વીરસીંગભાઈ સુથાર નામના સીનીયર સીટીઝનને રૂપિયા 6 લાખ ફીક્સ ડીપોઝીટમાં મૂકવાના હોવાથી તેઓ દેવગઢ બારીઆ એસ.બી.આઈ.માં ગયા હતા. તે વખતે બેન્કમાં દે.બારીયા નગરના બજાર શેરીમાં રહેતા મુકેશભાઈ સુંદરભાઈ સોનીનો ભેટો થઈ જતાં તે મુકેશભાઈ સોનીએ મેનેજરને મળી ફીક્સ ડીપોઝીટ કરાવી આપીશ તેમ કહી બેન્કની સ્લીપોમાં સીનીયર સીટીઝન ભારૂભાઈ વીરસીંગભાઈ સુથારના અંગુઠા કરાવી લઈ તમારા નામની રૂપિયા 6 લાખની ડીપોઝીટ થઈ ગયેલ છે અને હવે આ પૈસા તમોને સાડા પાંચ વર્ષ પછી મળશે તેમ કહી વિશ્ર્વાસમાં લીધા હતા અને ડીપોઝીટ પાકતાં જ તે ડીપોઝીટના રૂપિયા મુકેશભાઈ સુંદરલાલ સોનીએ બેન્કની જે સ્લીપોમાં ભારૂભાઈ વીરસીંગભાઈ સુથારના અંગુઠા કરાવી લીધા હતા. તે અંગુઠા કરાવેલ સ્પીપોના ઉપયોગ કરી મુકેશભાઈ સોનીએ ફીક્સમાં મુકેલ રૂપિયા ઉપાડી લીધા હતા. આ વાતથી અજાણ ભારૂભાઈ વીરસીંગભાઈ સુથાર ગઈકાલે બેન્કમાં ડીપોઝીટ ઉપાડવા ગયા હતા અને સ્લીપો ભરી બેન્કના કાઉન્ટર પર આપતા બેન્ક કર્મચારીએ ખાતુ તપાસતાં તે રૂપિયા ઉપડી ગયાનું જણાવતા ભારૂભાઈ સુથારને બારીયા મુકેશભાઈ સોનીનો આખો ખેલ સમજા ગયો હતો અને આ સંબંધે ભારૂભાઈ વીરસીંગભાઈ સુથારે દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા દેવગઢ બારીઆ પોલીસે આ સંદર્ભે દેવગઢ બારીઆ, બજાર શેરીમાં રહેતા મુકેશભાઈ સુંદરભાઈ સોની વિરૂધ્ધ છેતરપીંડી, વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.