દે.બારીયા,સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં દે.બારીયા નગર પાલિકાનો કયો નંબર આવ્યો છે. પાછળ છે કે આગળ વધી તે કોઈ શહેરના નાગરિકને જાણ નહી હોય હાલમાં 14મી જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સફાઈ અભિયાનની ઝુંબેશ શરૂ કરવાની સરકારે જાહેરાત કરી છે. તેમ છતાં દે.બારીયા શહેરમાં દરેક જગ્યાએ જાહેર ઉકરડા કચરાના ઢગથી ભરેલા છે. તેમજ નદી-તળાવ જેવા જળસ્ત્રોતની પણ સફાઈ કરવામાં પણ પાલિકા નાકામ છે. તથા દે.બારીયા શહેરમાં રજવાડી સમયના કુવા-વાવો પણ દરેક ફળીયામાં આવેલા છે. તે જુના કુવારૂપી જળસ્ત્રોતની સફાઈ પણ દેખવા મળતી નથી. તથા વરસાદી કાંસો જેમાં પુષ્કળ કાદવ-કીચડ ભરેલા છે. તેમ છતાં તેની સાફસફાઈ થતી નથી.
ડોર ટુ ડોરના વાહનોમાં કમી કરીને તેમાં પણ કટકી થઈ રહી છે. શરૂઆતના સ્વચ્છતા અભિયાન વખતે ત્રણ-ચાર વાહનો અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર કચરો કલેકશન કરતા હતા. હાલમાં એક જ વાહન ફરી રહ્યું છે. તેમાં મોટુંં કૌભાંડ થવાની ભીંતી સેવાઈ છે. કોઈ જ પુછવાવાળો નથી કેમ કે અંદરના મળતીયાનો કોન્ટ્રાકટર ચાલી રહ્યો છે. તેમાં નીચેથી ઉ5ર સુધી મેળાપીપણા છે. સ્વચ્છતા પાછળ કરોડોની ગ્રાન્ટ ફળવાય છે. પણ તે ગ્રાન્ટ કયાં વપરાય રહી છે. કોઈ મોટો બદલાવ સ્વચ્છતામાં દેખવા મળતો નથી. શું ? આ રિપોર્ટ વાંચયા બાદ વડોદરા ઝોનના કમિશ્ર્નર તપાસ કરવા માટે તસ્દી લેશે ! ખરાં કે પછી જેમ ચાલે છે તેમજ ચાલતુ રહેવાનું છે. તે આવનારો સમય બતાવશે.