દે.બારીયા નગર પાલિકા પ્રિ-મોન્સુનની કામગીરી કયારે હાથ ધરશે પણ ખરી ??

દે.બારીયા,દાહોદ જીલ્લા કલેકટરના દ્વારા ગત સપ્તાહ તાલુકા અને શહેરી જીલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગેની જરૂરી અને અગત્યની આગામી ચોમાસા પૂર્વ તૈયારીના ભાગરૂપે ચર્ચા વિચારણા તાલુકા મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારી સાથે પ્રિ-મોન્સુન કામગીરી અનુલક્ષી યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કાર્ય કરવા જવાબદારી સોેંપવામાં આવી હતી. તેના અનુસંધાને દે.બારીયા વિજ વિભાગ કલેકટરના આદેશને માની મંગળવારે એરીયા વાઈઝ વિજ પુરવઠો બંધ કરી હાઈટેન્શન લાઈનોમાં આવતા વૃક્ષોની આડને દુર કરી કાર્યરત થઈ છે પરંતુ હજુ સુધી નગર પાલિકાએ પ્રિ-મોન્સુનની કામગીરી માટે શુભ મૂર્હત કયારે આવશે તે યક્ષ પ્રશ્ર્ન છે શુંં ? આ પ્રિ-મોન્સુન કાર્યો પેપર ઉપર તો બતાવી દેવામાંં નહીં આવે તેમાં શંકા છે.

હવામાન વિભાગના મળતા સૂત્રો અનુસાર મોન્સુનની એકટીવીટી શરૂ થઈ ચુકી છે. તેમ છતાં દે.બારીયા નગર પાલિકાનુંં તંત્ર કલેકટરનો પણ આદેશ માનવા કેમ તૈયાર નથી. વરસાદી કાંસો તેમજ ગંદા પમાણીની કાંસો શહેરો, શહેરી ગટરો, જાહેર ઉકરડાઓને વહેલી તકે સાફ-સફાઈ થાય તેવી શહેરીજનોની માંગ ઉઠવા પામી છે. હવે એ જોવાનુંં છેકે, નગર પાલિકાનું વહિવટી તંત્ર કુંભકર્ણની નિંદ્રા માંથી કયારે જાગે છે ?