દે.બારીયા નગર પાલિકાનું આવું છે ‘ સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ ’ પાંચ દિવસે પણ જાહેર કચરાના ઢગ સાફ કરાયા નથી

દે.બારીયા,

હાલમાં આખી નગર પાલિકાની તમામ વિભાગોની ટીમ દબાણ હટાવવા કાર્યમાં મશગુલ છે. સ્વચ્છતાનું ભાન ભુલાવી નાખ્યું હોય તેમ લાગી રહ્યું છે. દે.બારીયા શહેર દશકો પહેલા પંચમહાલનું પેરીસ તરીકે વખણાતું હતું પણ આજના સમયે સ્વચ્છતામાં પાછળ છે. દૈનિક રૂટીંગ પ્રમાણે કોઈપણ વિસ્તારના જાહેર ઉકરડા, ડમ્પીંગ કેન્દ્ર ઉપર લઈ જવામાં આવતા નથી. તેમજ ડોર ટુ ડોર કલેકશનમાં પણ હાલમાં બેદરકારી દાખવવામાં આવે છે. બે ટ્રેકટરો ડોર ટુ ડોરમાં કાર્ય કરતા હતા. તેમાં એક ટ્રેકટરને ડોર ટુ ડોરના કાર્યમાં મુકવામાંં જોવા મળે છે. નાનું વાહન પણ બંધ કરાતા ડોર ટુ ડોર કચરા કલેકશનમાં વિલંબ થાય છે. જેથી આમ, જનતા જ્યાં ત્યાં કચરો નાખવા મજબુર છે.

દે.બારીયાની સબ જેલની પાસેનો જાહેર ઉકરડો ત્યાં ક્ધટેનર ના હોવાથી કચરો વધારે ભરાઈ જતાં દુર્ગંધથી બાળકોના સ્વાસ્થ્ય પર તેની ગંભીર અસર થવાની ભીંતી સેવાઈ રહે છે. તેમજ આમ, જનતાને નાકે દમ આવ્યો છે. જેથી આ સબજેલ પાસેનો જાહેર ઉકરડા ઉપર ક્ધટેનર મુકવામાંં આવે તો અબોલા પશુઓના ખોરાકમાં પ્લાસ્ટીક રૂપી ઝહેર જશે તો મુંગા પશુઓના જીવ જોખમમાં આવશે તે કોણ વિચાર શે ખરાં…?

Don`t copy text!