દે.બારીયા, દે.બારીયા શહેરા માંંથી પસાર થતો હાઈવે જે છોટાઉદેપુર તથા પાવાગઢ, વડોદરા તરફ જતા રસ્તો જેમાંં ભુર્ગભ ગટરના કાર્ય કરવા માટે મોટું ખાડો ખોદવા કાર્યકરે 15 દિવસ થવા આવ્યા હોવા છતાં આ ભુર્ગભ ગટરના દ્વારા અધુરુું છે. આસપાસ ચેતવણી રૂપે કોઈપણ જાતના બોર્ડ અથવા આડઅસર મુકવામાં આવ્યું નથી. આ ભુર્ગભ ગટરનું સમારકાર્ય કરી બંધ નહિ કરાય તો આ ખાડામાં કોઇપણ બાઈક ચાલક ખાબકી શકે છે તો આ ભુર્ગભ ગટર વિભાગના કર્મીઓ આ મોતનો ખાડો સાબિત થાય તે પહેલા આ મુખ્ય હાઈવે રોડનો ખાડાનો સમારકાર્ય કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે. હવે એ જોવાનુંં છે કે, આ ખાડાનું કાર્ય કરવા હજુ કેટલો સમય લાગશે આ ખાડાને ખોદે એક માસ લગભગ થવા જાય છે. તેવુંં આસપાસના વેપારીઓ જણાવી રહ્યા છે. લાગતા વળગતા પાલિકાના પદના અધિકારીઓ જાગો નહિ તો તમારી બેદરકારીથી કોઈપણ બાઈક ચાલકનાં જાનનું જોખમ છે.