દે.બારીયા નગર પાલિકાના પાણી પુરવઠા વિભાગનો છેલ્લા બે વર્ષથી પ્રદુષિત પાણી નળમાં પાઈપ લાઈનમાં ગટરનું ગંદુ પાણી ભળી જતું હતું. તે પ્રદુષિતનો પ્રશ્ર્ન હલ કરાયો છે તે આવકારદાયક કાર્ય બે વર્ષ બાદ હલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેરના કસ્બા વિસ્તારના તાડ ફળીયામાં નલ સે જલની યોજના અંંતર્ગત નવિન પાણીની પાઈપ લાઈન નાખી હતી. પરંતુ તેમાં ગટરનું ગંદુ પાણી પ્રદુષિત પાઈપ લાઈનમાં ભળી જતું હતું. તેને બે વર્ષ આ સમસ્યાની હલ કરવા માટેની માંગ હતી. નગર પાણી શાખા ઓવરસીયલ હલ કરવા માટેની માંગ હતી. નગર પાણી શાખા ઓવર સીયલ પ્રશાંંત ઝાલાને આ સમસ્યા બાબતે પંચમહાલ સમાચારના પ્રતિનિધીએ રૂબરૂ મળીને રજુઆત કરી હતી. તે અંગેની ઝાલાએ સમસ્યા હલ કરવા માટે આશ્વાસન આપ્યું હતું. આ વિસ્તારની સમસ્યા છે.
તેને હલ કરવામાં આવશે જેથી તા.18/07/2024ના ગુરૂવારે જયા ગટરનુંં પાણી પાઈપમાં ભળી જતું હતુંં. ત્યાં ખોદકાર્ય કરીને પ્રદુષિત પાણી નળી જતું અટકાવવામાં આવતા આ વિસ્તારની આમ જનતામાં ખુશીનો માહોલ છે. ભલે આ સમસ્યાનો બે વર્ષનો હતો. તે હવે થઈ જતા પાણીજન્ય રોગો ફેલાતા અટકાવાશે દેર આયે દુરસ્ત આયે પાણી પુરવઠા વિભાગ પાસે એક આશા છે. વોટર્સ એકઉપર ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં આવે તો પાનમ નદીના નવા નીર જે ડોળું આવે છે. તે ફિલ્ટર થઈને આવે તે અતિઉત્તમ રહે.