દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાં મોટરસાઈકલ પર જઈ રહેલ એક મહિલાના ગળા માંથી મોટરસાઈકલ પર આવેલ બે અજાણ્યા ગઠીયાઓએ મહિલાના ગળા માંથી 45 હજારની કિંમતની સોસાનીન ચેઈનની તડફંચી કરી નાસી જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ગત તા.18મી ઓગષ્ટના રોજ પંચમહાલના ગોધરાના ઓરવાડા ગામે રળીયાતા ફળિયામાં રહેતાં 40 વર્ષિય જોષનાબેન રાજેશભાઈ પટેલ દેવગઢ બારીઆ નગરમાંથી પોતાના કબજાની મોટરસાઈકલ લઈ પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે તેઓની મોટરસાઈકલની પાછળ બે અજાણ્યા ચોર, ગઠીયાઓ આવ્યાં હતાં અને જોષનાબેનની મોટરસાઈકલ પાસે લાવી જોષનાબેને ગળામાં પહેરી રાખેલ 45 હજારની કિંમતની સોનાની ચેઈન ખેંચી નાસી જતાં જોષનાબેને બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતા, પરંતુ બંન્ને ગઠીયાઓ પકડાય તે પહેલા તેઓએ પોતાના કબજાની મોટરસાઈકલ દોડાવી ભાગી છુટ્યાં હતાં.
આ સંબંધે જોષનાબેન રાજેશભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.