દે.બારીયા નગર અને તાલુકામાં યુવાનો ક્રિકેટ સટ્ટાના રવાડે: ક્રિકેટ સટ્ટાનું એપી સેન્ટર.

દાહોદ,દાહોદજીલ્લાલના દેવગઢ બારીઆ નગર સહી તાલુકાનું યુવાધન ક્રિકેટ સટ્ટાના રવાડે અનેક યુવાઓ આ ક્રિકેટ ના સટ્ટા ના ખપ્પરમાં હોમાતા હોઈ તેમ જુગાર માટે એપી સેન્ટર સમાન ગણાતું દેવગઢ બારીઆમાં ક્રિકેટનો સટ્ટો પણ જોર શોર માઅગાઉ અનેક નાના મોટા જુગારધામ ઝડપાયા છે

IPLને લઈ ક્રિકેટ સટોડીયા ઓ દ્વારા ચલાવતું સટ્ટાનું મોટું નેટવર્કઓનલાઇન સટ્ટાની પણ બોલબાલા યુવા ધન ક્રિકેટના સટ્ટાના ખપ્પરમાં હોમાતું હોય તેમનગરમાં બુકીઓના અનેક એજન્ટો મારૂતિના નામે ચાલતી એપ ઉપર કરોડોનો ચાલતો સટ્ટો.

દેવગઢ બારીઆ નગર સહિત તાલુકાના અનેક યુવાધન ક્રિકેટ સટ્ટાના રવાડે અનેક યુવાઓ ક્રિકેટ સટ્ટાના ખપ્પરમાં હોમાતા હોય તેમ આ બાબતે સ્થાનિક પોલીસ અજાણ હોય તેમ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તો યુવાઓની બરબાદી થતી બચે તેમ. દેવગઢ બારીયા તાલુકોએ જુગારનું એપી સેન્ટર કહેવાય છે. અહીં અગાઉ નાના-મોટા જુગારધામ ઉપર સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરી અનેક જુગારીયાઓ ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હાલ IPLની ક્રિકેટ ચાલતી હોય જેમાં દેવગઢ બારીયા નગર સહિત પીપલોદ વિસ્તારમાં આ IPLના ક્રિકેટમાં મોટા પાયે સટ્ટો રમાતો હોય તેમ જોવાઈ રહ્યું છે. ત્યારે આ ક્રિકેટ સટ્ટામાં એ જ દેવગઢ બારીઆ નગર સહિત તાલુકાના અનેક યુવાઓ સટ્ટાના રવાડે ચડ્યા હોઈ તેમ જોવાઈ રહ્યું છે. ત્યારે આ ક્રિકેટ સટ્ટાને લઈ નગરમાં બુકીઓના અનેક એજન્ટો સક્રીય હોઈ જેઓ દ્વારા સટ્ટાના રવાડે ચડેલા યુવકોને એક મોબાઈલ નંબર આપી તે મોબાઈલ ઉપર સતત સંપર્કમાં રહી સટ્ટો રમતા જોવા મળી રહ્યા છે. નગરમાં ઓફલાઈન ક્રિકેટ સટ્ટાની સાથે સાથે ઓનલાઇન IPL ક્રિકેટ સટ્ટો પણ મોટા પાયે રમાતું હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. જેમાં કહેવાઈ રહ્યું છે કે, એક બુકી એ તેના ઉપનામ મારૂતીના નામે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની એપ ચલાવવામાં આવે છે. જેમા જેને આ ઓનલાઇન સટ્ટો રમવો હોય તેવા યુવકોને આ મારૂતિ નામની એપ ચલાવનાર બુકીના એજન્ટો દ્વારા યુવકોને આઈડી બનાવવી આપવામાં આવે છે અને તે આઈ ડી થી યુવાધન ઓનલાઇન ક્રિકેટ સટ્ટો પણ ખુલ્લેઆમ રમતા જોવા મળી રહ્યા છે. ત્યારે આ ક્રિકેટના સટ્ટામાં યુવાધન રવાડે ચઢતા ક્રિકેટના સટ્ટાના ખપ્પરમાં યુવાધન હોમતું જતુ હોઈ તેમ જોવાઈ રહ્યું છે. ત્યારે અગાઉ પણ આ ક્રિકેટ સટ્ટાના રવાડે ચડેલા અનેક યુવાઓ સટ્ટામાં રૂપિયા હારી જવાના કારણે પોતાના પરિવાર પાસેથી બુકીઓ દ્વારા રૂપિયા વસૂલ કરવાના અગાઉ પણ બનાવ બની ચૂક્યા હોવાનું પણ નગરમાં ચર્ચા રહ્યું છે. ત્યારે કેટલાક પરિવારો આ ક્રિકેટમાં સટ્ટામાં બરબાદ થતાં જોવા મળી રહે છે. ત્યારે આવા ક્રિકેટની ઉપર સટ્ટો રમાડતા બુકીઓથી સ્થાનિક પોલીસ અજાણ હોય તેમ જોવાઈ રહ્યું છે. ત્યારે પોલીસ દ્વારા સટ્ટો રમાડતા મારૂતી તેમજ કચોરી જેવા ઉપનામના બુકીઓ તેમજ તેમના એજન્ટોને ઝડપી પાડી બરબાદીના રવાડે ચડેલા યુવાધનને બચાવશે કે કેમ તે જોવાનું રહ્યું.