દાહોદ, ચાલકની ગફલતને કારણે દેવગઢ બારીઆ તાલુકાના ઝાબીયા ગામે મહાકાળી માતાના સ્થાનક નજીક પુરપાટ દોડી આવતી ઈક્કો ગાડીએ સામેથી આવતી બાઈક સાથે અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર સવાર 30 વર્ષીય યુવકને ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ તેનું મોત નિપજ્યાનું તથા ચાલકને નાના મોટી ઈજાઓ થયાનું તેમજ ઈકાકૈ ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી સ્થળ પર મૂકી નાસી ગયાનું જાણવા મળ્યું છે.
એક ફોરવ્હીલ ગાડીનો ચાલક તેના કબજાની જીજે-01 એચ.એક્સ-4208 નંબરની ઈક્કો ફોરવ્હીલ ગાડી ગતરોજ સનવારે સાડા અગ્યાર વાગ્યાના સુમારે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી દદેવગઢ બારીઆ તાલુકાના ઝાબીયા ગામે મહાકાળી માતાના સ્થાનક નજીક સામેથી આવી રહેલી જીજે-20 એ.જે3347 નંબરની હિરો કંપનીની મોટર સાયકલ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલક દેવગઢ બારીઆના વાંદર ગામના માળી ફળિયાના યોગેશભાઈ દિપસિંગભાઈ બારીયાને શરીરે નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. જ્યારે મોટર સાયલ પર પાછળ બેઠેલ વાંદર ગામના માળી ફળિયાના 30 વર્ષીય કમલેશભાઈ સાંકળાભાઈ બારીયાને માથામાં તથા શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે ઈક્કો ગાડીનો ચાલક તેના કબજાની ઈક્કો ગાડી સ્થળ પર મૂકી નાસી ગયો હતો. ઘટનાની જાણ દેવગઢ બારીઆ પોલીસને થતાં પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત યોગેશભાઈ દીપસીંગભાઈ બારીયાને સારવાર અર્થે 108 મારફતે દે.બારીયા સરકારી દવાખાને મોકલી આપી મરણ જનાર કમલેશભાઈ સાંકળાભાઈ બારીયાની લાશનું પંચનામું કરી લાશને પી.એમ. માટે દેવગઢ બારીઆ સરકારી દવાખાને મોકલી આપી વાંદર ગામના યોગેશભાઈ દીપસીંગભાઈ બારીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે દેવગઢ બારીઆ પોલીસે ઈક્કો ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.