દે.બારીઆના ઉધાવળા ગામે કપડાના કબાટ માંથી 10 વર્ષીય બાળકીને સાપ કરડી જતાં સારવાર માટે ખસેડાઈ

દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ઉધાવળા ગામે એક 10 વર્ષિય બાળકીને કપડાના કબાટમાં હાથ નાંખતી વેળાએ કબાટમાં સંતાઈ રહેલ કોબ્રા સાંપે દંશ દેતાં ગંભીર ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગતરોજ દેવગઢ બારીઆના ઉધાવળા ગામે નાના ફળિયામાં રહેતાં 10 વર્ષિય કાલબેન પરેશભાઈ પટેલ પોતાના ઘરમાં કપડાના કબાટમાં કપડા માટે હાથ નાંખતાં કબાટમાં સંતાઈ રહેલ કોબ્રા સાંપે કાલબેનને હાથના ભાગે દંશ દેતાં કાલબેને બુમાબુમ કરી મુકી હતી. કાલબેનના અવાજથી પરિવારજનો દોડી આવ્યાં હતાં અને કાલબેનના હાથમાં કોબ્રા સાંપે દંશ દેતા નજરે પડતાં અને સાંપ પણ નજરે પડતાં પરિવારજનોએ તાત્કાલિક ગંભીર ઈજાગ્રસ્ત કાલબેનને પ્રથમ ગામમાં આવેલ દવાખાનામાં પ્રાથમીક સારવાર આપ્યાં બાદ દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. બાળકી હાલ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે ત્યારે આ અંગેની જાણ કિંગ ઓફ રાજ મહેલ એનિમલ રેસ્ક્યુ ટીમને થતાં ટીમના સદસ્યો બાળકીના ઘર તરફ દોડી ગયાં હતાં અને સાંપનું રેસ્ક્યુ કરી તપાસ કરતાં સાંપ કોબ્રા હોવાનું જણાઈ આવ્યું હતું. કોબ્રા સાપને એનિમલ ટીમે દેવગઢ બારીઆ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યો હતો.