દે.બારીઆના ઉચવાણ ગામે ધર આગળ રેતીના ઢગલા માંથી દેશી બનાવટનો તમંચા સાથે એકની અટકાયત

દાહોદ જીલ્લાની દેવગઢ બારીઆ પોલીસે ઉચવાણ ગામે નેસ ફળિયામાં એક રેણાંક મકાનની આગળ કરેલા રેતીના ઢગલામાંથી રૂપિયા 5000/- ની કિંમતનો દેશી હાથ બનાવટનો તમંચો પકડી પાડી કબજે લઈ ઘર ધણીની અટકાયત કર્યા એનું જાણવા મળ્યું છે ?

દેવગઢ બારીઆના ઉચવાણ ગામના નેશ ફળિયામાં રહેતા 32 વર્ષીય રમેશભાઈ નાનસિંગભાઈ પટેલ નામના યુવકે કોઈપણ જાતના પાસ પરમિટ વગર પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનની આગળ કરેલા રેતીના ઢગલામાં ગેરકાયદેસર રીતે રૂપિયા 5000/-ની કિંમતનો દેશી હાથ બનાવટ તમંચો સંતાડીને રાખેલ હોવાની ગુપ્ત બાતમી દેવગઢબારિયા પોલીસને મળી હતી ? જે બાતમીને આધારે દેવગઢબારિયા પોલીસે બાતમીમાં દર્શાવેલ ઊંચવાણ ગામના નેસ ફળિયામાં રહેતા રમેશભાઈ નાનસિંગભાઈ પટેલના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનની આગળ કરેલા રેતીના ઢગલામાં તલાસી લઈ રેતીના ઢગલા માંથી પાસ પરમિટ વગરનો દેશી હાથ બનાવટનો ગેરકાયદેસર તમંચો પકડી પાડી કબજે લઈ ધણી રમેશભાઈ નાનસિંગભાઈ પટેલની અટકાયત કરી તેની વિરૂદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)એ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.