દે.બારીઆ, દે.બારીઆ તાલુકાના તોયણી ગામે 20 વષિૈય યુવતિએ અગમ્ય કારણોસર ગામમાં એક ઝાડ ઉપર ઝાડની ડાળીએ ઓઢણી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જે અંગે પીપલોદ પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
દે.બારીઆ તાલુકાના તોયણી ગામના દિનેશભાઈ સબુરભાઈ ગમારની 20 વર્ષિય પુત્રી ભુમિકાબેન કોઈને કહ્યા વગર ધરેથી નીકળી ગઈ હતી. જેથી પરિવારે તેની શોધખોળ આદરી હતી. દરમિયાન તોયણી ગામે માધુભભાઈ નારસીંગભાઈ ગમારના શેઢા ઉપર આવેલ પીપેરના ઝાડની ડાળીને ઓઢણી વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ અંગે પીપલોદ પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.