દે.બારીયાના સ્વસ્તીક સોસાયટી ખુલ્લા મેદાનમાં રેડ કરી દારૂની કટીંંગ સ્થળે પોલીસે રેડ કરી 3.32 લાખનો મુદ્દામાલ ઝડપ્યો

દાહોદ,

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ પોલીસે પોતાને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ નગરના રાધે ગોવિંદ મંદીરની પાછળ આવેલ સ્વસ્તીક સોસાયટી આગળ ખુલ્લા મેદાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડતાં દા રૂના કટીગ માટે ભેગા થયેલ ત્રણ જણા પોતાના બે વાહનો સ્થળ પર મૂકી નાસી જતાં પોલીસે સ્થળ પરથી રૂા. 32,255નો વિદેશી દા રૂ તથા રૂપિયા ત્રણ લાખની કિંમતના બે વાહનો મળી રૂપિયા 3,32,255નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારીઆ, પાણીની ટાંકી પાસે રહેતા શિવરાજભાઈ સનાભાઈ ઠાકોર, મિનેશભાઈ સનાભાઈ ઠાકોર તથા દે. બારીયાના આકાશ ઉર્ફે કાળીયો પરમાર દે.બારીયાના રાધેગોવિંદ મંદીરની પાછળ આવેલ સ્વસ્તીક સોસાયટી આગળના ખુલ્લા મેદાનમાં વિદેશી દા રૂના કટીંગ માટે ભેગા થયા હોવાની દે.બારીયા પોલીસને બાતમી મળતાં જે બાતમીના આધારે દે.બારીયા પોલીસે ગઈકાલે મોડી રાતના દોઢ વાગ્યાના સુમારે દે.બારીયા પી.એસ.આઈ બી.એમ.પટેલ તથા તેમના સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ ઓચિંતી રેડ પાડતાં ત્યાં એકત્રીત તમામ ભાગી ગયા હતા. પોલીસે સ્થળ પરથી રૂા. 32,255ની કુલ કિંમતના ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટી નંગ-4 તથા છુટ્ટી બોટલ નંગ-11 મળી કુલ બોટલ નંગ-179 તથા રૂપિયા 2,50,000ની કિંમતની જીજે-01 ડી.ટી. 4893 નંબની સ્વીફટ ગાડી તથા 50 હજારની કિંમતની હોન્ડા કંપનીની નંબર વગરની ગાડી મળી રૂા. 3,32,255નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ દે.બારીયાના ઉપરોક્ત ત્રણે જણા વિ રૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.