દે.બારીઆના સીંગોર ગામે જંગલમાં આધેડ મહિલા પર રીંછે હુમલો કરતા મોત

દે.બારીઆ,

દે.બારીઆના સીંગોર ગામે જંગલમાં થયેલી આધેડ મહિલા ઉપર રીંછે હુમલો કરતા તેનુ મોત નીપજયું હતુ.

શીંગોર ગામના ખેડા ફળિયામાં રહેતી રયલી રયજી બારીયા(ઉ.વ.51)કુદરતી હાજતે જતી વખતે વન્યપ્રાણી રીંછ દ્વારા એકાએક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જે અંગેની જાણ થતાં પરીક્ષેત્ર વન અધિકારી પુરોહિત સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી તપાસ કરી કાર્યવાહી મૃતદેહને પી.એમ.માટે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. મૃતકના પરિવારને સરકારના નિયમ મુજબ મળવાપાત્ર વળતર માટેના જરૂરી કાગળોની કાર્યવાહી કરી હતી. બનાવની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગના આઈ.એફ.એસ.આર.એમ.પરમાર, આઈ.એફ.એસ.પ્રશાંત તોમર, મદદનીશ વન સંરક્ષક દે.બારીઆ પરીક્ષેત્ર વનઅધિકારીઓ તેમજ કર્મચારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા. અને તપાસ હાથ ધરી પંચકયાસ કરી પ્રાણીના હુમલામાં મૃતકને સરકાર તરફે પાંચ લાખના વળતરની જોગવાઈ કરવામાં આવી હતી. જેના અંતર્ગત વળતર માટેની કાર્યવાહી વનવિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી.