દે.બારીયા, દે.બારીયા તાલુકાના ગરીબ દર્દીઓ માટે છેલ્લા પાંચ-સાત વર્ષથી અતિ આધુનિક ઉપકરણો સાથે લગભગ સો બેડ સાથે હોસ્પિટલની નવી બિલ્ડીંગ મળવા પામી છે. જેમાં એક આઈ.સી.યુ. વોર્ડ પણ સામેલ છે પરંતુ છેલ્લા કેટલા સમયથી દે.બારીયા સરકારી હોસ્પિટલના આઈ.સી.યુ. વોર્ડમાં તાળા લાગેલા છે. તે કયા કારણે ખોલવામાં આવતાં નથી. તે યક્ષ પ્રશ્ર્ન છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેર તેમજ તાલુકાની આમ જનતા માટે હાલની સંવેદન અને ગતિશીલ સરકારે સાધન સામગ્રી અને અતિ આધુનિક ઉપકરણો તે પણ કરોડોના ખર્ચે ગરીબ પેશન્ટો માટે વસાવ્યા હતા. તે સરકારનો ઉમદાહેતુ પાર પાડતો દેખાતો નથી. છેલ્લા ધણાં સમયથી આઈ.સી.યુ. વોર્ડમાં તાળું લાગેલ રહેતા તેમના આઈ.સી.યુ.ના ઉપકરણો કંડમ હાલતમાં નહિ થઈ જાય શું ? સ્ટાફનો અભાવ છે કે, પછી જાણી સમજીને અતિ આધુનિક આઈ.સી.યુ. વોર્ડને બંધ રાખી તેના લાભથી ગરીબ જનતાને વંચિત રખાય છે. તે વોર્ડની તકેદારી રાખવામાં કેમ રખાતી નથી. આ આઈ.સી.યુ. વોર્ડ માટે રેઢીયાળ તંત્ર કોણ ચલાવે છે. તેની તપાસ આરોગ્ય સચિવ કરશે ખરા ? આમાં જીલ્લાનું આરોગ્ય તંત્ર પણ તેટલો જ આ અતિ આધુનિક ઉપકરણ રહિત આઈ.સી.યુુ. વોર્ડ જે હાલમાં તાળા બંધી કરી રાખી છે. તેના રખરખાવ કરવામાં આવે અને વહેલીતકે વોર્ડના તાળા ખોલવામાં આવે તેવી માંગ છે.