પીપલોદ, દાહોદ જિલ્લા સહિત દે.બારીઆમાં છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક અવિરત વરસાદ તેમજ દે.બારીઆના સાલીયા અને ગુણા ગામમાંથી પસાર થતાં રસ્તા ઉપર કોરીડોર હાઈવેનુ કામકાજ ચાલુ હોવાથી ભારવાહક તોતિંગ પૈડાવાળા મોટા વાહનોની અવર જવર થવાના કારણે થોડા થોડા અંતરે રસ્તામાં મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે દ્વિચકી વાહન તો ઠીક પણ પગદંડી જવુ પણ મુશ્કેલ બન્યુ છે. આ સંદર્ભે સ્થાનિકો દ્વારા ગામના આગેવાનો દ્વારા દે.બારીઆ મામલતદારને રજુઆત કરવામાં આવી હતી. મામલતદાર દ્વારા સ્થળનુ નિરીક્ષણ કરી જી.એચ.વી.કં5નીના કોન્ટ્રાકટરને રસ્તાનુ સમારકામ કરી આપવાનુ કહેવામાં આવ્યુ હતુ. ત્યારે જી.એચ.વી.કંપનીના કોન્ટ્રાકટર દ્વારા કાદવ-કિચડવાળી ચીકણી માટીનુ પુરાણ કરતા રસ્તાની વધારે કફોડી કોન્ટ્રાકટર દ્વારા જો યોગ્ય પગલા ન લેવાય તો ગ્રામજનો દ્વારા રસ્તો તોડી વાહન વ્યવહાર બંધ કરી દેવાની પણ ચિમકી ઉચ્ચારી છે.