દે.બારીઆના સાગટાળા વિસ્તારમાં પીકઅપમાં કત્તલ માટે લઈ જવાતા 3 ગૌવંશને બચાવી ચાલકની અટકાયત કરી

દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે એક પીકઅપ ફોરવીલર ગાડીમાંથી ગેરકાયદેસર રીતે કુરતાપૂર્વક બાંધી રાખેલ કરવા માટે લઈ જવામાં આવતા ત્રણ ગૌવંશ ને મુક્ત કરાવી ગાડી ના ચાલકની અટકાયત કરી 60,000ના ત્રણ ગૌવંશ સાથે ગાડીની કિંમત મળી કુલ રૂપિયા 5,61,000નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃત્તિઓને અટકાવવા, જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા, નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ સામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દેવગઢ બારીઆ ની સાગટાળા પોલીસને મળેલ બાતમીના આધારે ગતરોજ સાગટાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે ત્યાંથી એક પીકઅપ ફોરવીલર ગાડી પસાર થઈ હતી અને જેમાં ત્રણ ગૌવંશને ક્રૂરતાપૂર્વક દોરડાઓથી બાંધી તેમજ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા નહીં રાખી ગૌવંશને કતલ કરવા માટે લઈ જવામાં આવતા હતા.

ત્યારે પોલીસે આ ક્રુઝર ફોરવીલર ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને થોડે દૂરથી ક્રુઝર ફોર વ્હીલર ગાડીને ચારેય તરફથી ઘેરી લઈ ગાડીનો ચાલક હુસેનભાઇ કાળુભાઈ ઘાંચી (રહે. સીમ લાઘસી, ટેકરી ફળિયુ, તા. દેવગઢ બારીઆ, જી.દાહોદ)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેની સાથેનો સત્તારભાઈ કાળુભાઈ ઘાંચી (રહે. સીમલાઘસી, ટેકરી ફળિયુ, તા.દેવગઢ બારીઆ, જી.દાહોદ) પોલીસને ચકમો આપી નાશી ગયો હતો. પોલીસે 60,000/- ના ત્રણ ગૌવંશ સાથે ગાડીની કિંમત મળી કુલ રૂપિયા 5,61,000નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે સાગટાળા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.