દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સાદરા ગામે સગીર બાળકોના બાળ લગ્ન થતાં હોવાની માહિતી મળતાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તેમજ સમાજ સુરક્ષા અધિકારી, દાહોદની ટીમ દ્વારા તાત્કાલિક લગ્ન સ્થળ પર પહોંચી બાળ લગ્નને અટકાવ્યાં હતાં.
બાળ લગ્ન કરવા કે કરાવવા એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -2006 મુજબ કાયદેસરનો ગુનો છે. હમણાં દાહોદ જીલ્લામાં બાળ લગ્ન થયેલ બાળકોના લગ્ન અટકાવવામાં આવેલ ત્યાં તો ફરી બાળ લગ્નની માહિતી એક જાગૃત નાગરીક દ્વારા ચાઇલ્ડ લાઈન 1098 માં આપવામાં આવી હતી. દેવગઢ બારીઆ તાલુકાના સાદરા ગામમાં સગીર બાળકના લગ્ન તેનાં પિતા અને કુટુંબી જનો દ્વારા અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. તેવી માહિતી મળતાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી દાહોદ દ્વારા તાત્કાલિક સાગટાળા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાગટાળા પો. સ્ટે. નાં પી. એસ.આઇ. જે.બી.તડવી એ પરિસ્થિતનું સંજ્ઞાન લઈ જીલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જીલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસની ટીમ મોકલી બાળ લગ્ન અટકાવવા ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે ઉકત બાળ લગ્નમાં બાળકની ઉંમર આશરે 14વર્ષ છે. બાળકના વાલીનું નિવેદન લઈ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા.