દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના રાઠવાના મુવાડા ગામે રોડ પર વળાંકમાં ચાલકની ગફલતને કારણે ડી.જે. ભરેલ 407 ટેમ્પો રોડની સાઈડમાં પલ્ટી ખાઈ જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 23 વર્ષીય ડીજે ઓપરેટર ડીજેના સ્પીકરો નીચે દબાઈ જતાં માથાના ભાગે ફાટી જતાં ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
એક ટેમ્પો ચાલક તેના કબજાના જીજે-06 વી-6940 નંબરના ડી.જે. ભરેલ 407 ટેમ્પો ગતરોજ સવારના સાડા અગ્યાર વાગ્યાના સુમારે પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવતાં રાઠવાના મુવાડા ગામે રોડ પર વળાંકમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ડીજે ભરેલ ટેમ્પો રોડની સાઈડમાં પલ્ટી ખાઈ જતાં ચાલક સમય સુચકતા વાપરી ટેમ્પાંમાંથી કુદીને નાસી ગયો હતો જ્યારે ટેમ્પો પલ્ટી ખાતા ડીજે ઓપરેટર સલીયા ગામના ધોળાં દાંતા ફળીયાનો 23 વર્ષીય ભુપેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ ડીજેના સ્પીકરોની નીચે દબાઈ જતાં તેનું માથુ ફાટી જતાં ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
આ સંબંધે મરણ જનાર ડીજે ઓપરેટર ભુપેન્દ્રભાઈ પટેલના પિતા નટવરભાઈ પુનાભાઈ પટેલે નોંધાવેલ ફરિયાદને આધારે સાગટાળા પોલીસે ડીજે ભરેલ 407 ટેમ્પાના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ
ધરી છે.