દેે.બારીયાના પીપલોદની યુવતિ સાથે મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ

દાહોદ,

મૂળ પંચમહાલ જિલ્લાના મોરવા ગામની વતની અને હાલ દે.બારીયાના પીપલોદ ગામે ખાંડા ફળિયામાં રહેતી 18 વર્ષીય વિદ્યાર્થીનીની મરજી વિરૂદ્ધ પીપલોદ ગામના જ યુવાને દુષ્કર્મ આચરી આ વાત કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ તેમ કહી ધમકી આપ્યાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર પીપલોદ ગામના ખાંડા ફળિયામાં રહેતા વિનોદભાઈ લાલાભાઈ વણકરે ગત તા. 22મી ડિસેમ્બરના રોજ સવારે સાડા અગ્યાર વાગ્યાના સુમારે તેના જ ફળિયામાં રહેતી 18 વર્ષીય વિદ્યાર્થીનીની મરજી વિરૂધ્ધ બળજબરી પૂર્વક શરીર સંભોગ કરી આ વાત કોઈને કરીશ તો તને જાનથી મારી નાંખીશ કરી જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી હતી. આ સંબંધે શરીર સંભોગનો ભોગ બનેલી 18 વર્ષીય વિદ્યાર્થીનીએ નોંધાવેલ ફરિયાદને આધારે પીપલોદ પોલીસે ગામના ખાંડા ફળિયામાં રહેતા વિનોદભાઈ લાલાભાઈ વણકર વિરૂધ્ધ બળાત્કારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.