
દાહોદ, દાહોદના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ નજીક અમદાવાદ-ઈન્દૌર હાઈવે પરથી દાહોદ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સાત ટ્રકોમાંથી ગેરકાયદેસર રેતી અને સફેદ પથ્થરનો જથ્થા સાથે સાત વાહનો કબજે કરવામાં આવ્યાં છે. ખાણ ખનીજની ટીમ દ્વારા રેત ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરતાં ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામી છે. ખાણ ખનીજની ટીમ દ્વારા ગેરકાયદેસર રેતી અને સફેદ પથ્થરો સાથે સાત ટ્રકો મળી લાખ્ખો રૂપીયાનો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં રેત ખનન માફિયાઓ બેફામ બનતાં દાહોદની ખાણ ખનીજ ટીમ દ્વારા દાહોદ જીલ્લામાં રેત ખનન માફિયાઓ સામે કાર્યવાહીનો ધમધમાટ આરંભ કરતાં આજરોજ ખાણ ખનીજ વિભાગને મળેલ બાતમીના આધારા પીપલોદ નજીક ઈન્દૌર-અમદાવાદ પરથી સાત ટ્રકોમાં ગેરકાયદેસર રેતી અને સફેદ પથ્થરો ભરી ટ્રકો પસાર થઈ રહી હોવાની બાતમી મળતાં ખાણ ખનીજ વિભાગની ટીમ પીપલોદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે ઈન્દૌર-અમદાવાદ હાઈવે પરથી શંકાસ્પદ સાત ટ્રકો પસાર થતાં ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સાતેય ટ્રકોને ઉભી રખાવી ટ્રકોમાં તલાસી લીધી હતી. જેમાંથી ગેરકાયદેસર રેતી અને સફેદ પથ્થરોનો જથ્થો મળી આવ્યો હતો. ખાણ ખનીજની ટીમ દ્વારા રેતી અને સફેદ પથ્થરો ભરેલ સાત ટ્રકો કબજે લઈ અંદાજે લાખ્ખો રૂપીયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભુતકાળમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા દાહોદ જીલ્લાની મામલતદાર ટીમ દ્વારા આવા રેત ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરી ડમ્ફરો, ટ્રકો વિગેરે સાથે ગેરકાયદેસર રીતેનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે દેવગઢ બારીઆની પાનમ નદીમાં મોટા પાયે રેતીનું ખનન થતું હોવાની ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે. પાનમ નદીમાંથી રેત ખનન માફિયાઓ ખાનગી વાહનોમાં ગેરકાયદેસર રીતે રેતી ભરી દાહોદ જીલ્લાની સાથે સાથે દાહોદ જીલ્લા બહાર રેતી ઢાલવતા હોય છે. આવા સમયે ખાણ ખનીજની ટીમની કાર્યવાહીને પગલે ખનન માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.