દે.બારીઆ, દે.બારીઆ તાલુકાના પીપલોદમાં નિસરણી મુકી ધર ઉપર ચઢી નળિયા ખસેડી બાકોરૂ પાડી 80,000ની સપ્તાહ પુર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પીપલોદના બે અને અલીરાજપુરના એક યુવક પાસેથી પોલીસે 28,000રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો.
પીપલોદ ગામના સરકારી દવાખાનાની પાછળ રહેતા પ્રકાશભાઈ સરતનભાઈ પટેલના મકાનમાં સપ્તાહ પુર્વે પાછળના ભાગે આવી નિસરણી મુકી ધર ઉપર ચઢી સળિયા ઉતારી અંદર પ્રવેશ કરી અજાણ્યો ચોર લુંટારૂઓએ 80,000રૂપિયા રોકડ સહિત ચાંદીના દાગીના મળી કુલ એક લાખ ઉપરાંતની ચોરીને અંજામ આપ્યો હતો. જેને લઈ પીપલોદ પીએસઆઈ ડી.આઈ.સોલંકીએ અલગ અલગ ટીમ બનાવી શકમંદ વિસ્તારમાં ખાનગી રાહે બાતમી મેળવી સીસીટીવી ફુટેજ સહિતના સોર્સનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી હતી.જેમાં મહત્વની લીંક મળતા પોલીસે પીપલોદ ગામના ત્રણ શકમંદ ઈસમો પર સઘન વોચ ગોઠવી હતી. જેમાં પીપલોદ ગામના ડાયરા ફળિયામાં રહેતા ઉદેસિંગ સરતન ડાયરા, પીપલોદ ભુત ફળિયા ખાતે રહેતો દલપત ઉર્ફે ટીના નરપત હરીજન તેમજ હાલ પીપલોદના હોળી ફળિયા ખાતે રહેતો અને મુળ અલીરાજપુર જિલ્લા કઠીવડા તાલુકાના અંદાઝીરી ગામના ક્ધિદરીયા ઉર્ફે અમરસિંહ ખીમજી ચોૈહાણ(રાઠવા)ની ધરપકડ કરી સઘન પુછપરછ કરતા ત્રણેયે ગુનાની કબુલાત કરી હતી. પોલીસે ચોરીના મુદ્દામાલ રિકવર કરી ત્રણેયને જેલ ભેગા કરી દીધા હતા.