દે.બારીયાના પીપલોદ ગામે મકાનમાં આગ લાગતાં ધરવખરી અનાજ અને રોકડ બળીને ખાખ

દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે સાંજના સમયે એક મકાનમાં અકસ્માતે આગલ લાગતાં ઘરવખરી સામાન, ઘાસ, વળીઓ, અનાજ, રોકડ રકમ સાથે મકાન સંપુર્ણ બળીને રાખ થઈ જતાં અંદાજે રૂપીયા બે લાખનું નુકસાન થયાનું જાણવા મળે છે.

દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે માલગુણ ફળિયામાં રહેતાં 65 વર્ષીય સબુરભાઈ કુત્તરભાઈ ડાયરાના મકાનમાં ગત તા.28.05.2023ના રોજ સાંજના પાંચેક વાગ્યાના આસપાસ અકસ્માતે આગ લાગી જતાં આગે જોતજોતામાં પ્રચંડરૂપ ધારણ કરી લેતાં આગ અંગેની જાણ દેવહઢ બારીઆ ફાયર સ્ટેશનને કરવામાં આવતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને પાણીનો સતત મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી આગને ભારે જહેમત બાદ ઓલવી હતી. આગમાં ઘરમાં ભરી રાખેલ ઘાસ, વળીઓ, ઘરવખરી સામાન, અનાજ, રોકડા વિગેરે મળી આખુ મકાન બળીને ખાખ થઈ ગયું હતું. આગમાં અંદાજે બે લાખનું નુકસાન થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ સંબંધે સબુરભાઈ કુત્તરભાઈ ડાયરાએ પીપલોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે આગ અંગેની જાણ કરતાં પોલીસે આ મામલે જાણવા જોગ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.