દે.બારીયાના પીપલોદ ગામે જાહેરમાં જુગાર રમતા છ જુગારીયા ઝડપાયા

દાહોદ,દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે તળાવની પાળ ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા છ જુગારીઓને પીપલોદ પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી રોકડા રૂપિયા 10,880/- ની રોકડ રકમ સાથે તમામ જુગારીઓને જેલના સળિયા પાછળ થકી લીધી જાણવા મળે છે.

ગતરોજ પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પિપલોદ ગામે બારીઆ રોડ પર તળાવની પાળ ઉપર ખુલ્લી જગ્યામાં જાહેરમાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતા જાવેદ અબ્દુલ લતીફ ચૌહણ, સેજદ હુસૈન પઠાણ, સરફરાજ કરીમ ચૌહણ, મસ્તકિમ અબ્દુલ સલામ, અશોકભાઈ કાંતિલાલ સેઠ અને ઇમરાનખાન મહેમુખખાન પઠાણ નાઓને પોલીસે ઝડપી પાડી તેઓની પાસે રોકડા રૂપિયા 10,880/- રોકડ રકમ તેમજ પાના પત્તા વિગેરે મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પીપલોદ પોલીસે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.