દે.બારીયાના પીપલોદ ગામે હોળીના દિવસે મારામારીમાં ત્રણ વ્યકિતને ગંભીર ઈજાઓ

દાહોદ,

હોળી સળગાવવાના મામલે દેવગઢ બારીયાના પીપલોદ ગામે માલગુણ ફળિયામાં હોળિના દિવસે રાતે થયેલી મારામારીમાં ત્રણ જણાને ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.

પીપલોદ હરીજનવાસમાં રહેતા અમરતાભાઈ પ્રતાપભાઈ હરિજન, ગોવિંદભાઈ ઉર્ફે ભુરીયો નારસીંગ હરિજન, પરસોત્તમ ઉર્ફે મનો લક્ષ્મણભાઈ હરીજન તથા શાંતીલાલ ઉર્ફે તતો લક્ષ્મણભાઈ હરીજન વગેરેએ પીપલોદ ગામના રત્ના પટેલ ફળિયામાં રહેતા સુરેશભાઈ અભેસીંગભાઈ પટેલ તથા તેની સાથેના માણસોને કહેલ કે આ વખતે અમારે સળગાવવાની હતી. તમો અહીંયા કેમ આવ્યા છો તેમ કહી બેફામ ગાળો બોલી અમરતભાઈ હરીજને સુરેશભાઈ અભેસીંગ પટેલને લાકડી મારી નીચે પાડી દેતા ગોવિંદભાઈ હરીજને બરડાના ભાગે લાકડીનો મારમારી ઈજા પહોંચાડી હતી. આ વખતે સુરેશભાઈ પટેલને બચાવવા માટે બાબુભાઈ સરતનભાઈ પટેલ તથા વિજયભાઈ બાબુભાઈ પટેલ દોડી આવ્યા હતા અને વચ્ચે પડતાં પરસોત્તમ હબરીજને તેના હાથમાનું પાળીયું બાબુભાઈને માથામાં મારી તથા શાંતીલાલ હરીજને તેના હાથમાનું પાળીયું વિજયભાઈને માથામાં મારી માથું લોહીલુહાણ કરી ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.

આ સંબંધે પીપલોદ, રત્ના પટેલ ફળિયાના સુરેશભાઈ અભેસીંગભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદને આધારે પીપલોદ પોલીસે ઈપીકો કલમ 324, 323, 504, 506(2), 114 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.