દાહોદ,
પોતાના ઘરે રસોઈ બનાવતા શરીરે સખત દાઝી ગયેલ દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામના 23 વર્ષીય યુવાનનું વડોદરા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર પીપલોદ ગામના વણઝારા ફળિયામાં રહેતા 23 વર્ષીય દેવાંશભાઈ બાબુભાઈ વણઝારા ગત તા. 17-11- 2022ના રોજ સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે પોતાના ઘરે રસોઈ બનાવતા શરીરે સખત દાઝી જતાં તેને સારવાર માટે પીપલોદ સરકારી દવાખાને લઈ જતાં દાઝવાનું પ્રમાણ જોતા તેને પ્રાથમિક સારવાર આપી વડોદરા અન્ય દવાખાને લઈ જવાનું જણાવતા તેના ઘરવાળાઓ દેવાંશભાઈને વધુ સારવાર માટે વડોદરા કેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યારે સારવાર દરમ્યાન ગતરોજ સાંજના સમયે દેવાશભાઈનું મોત નિપજ્યું હતું. આ સંબંધે વડોદરા મકરપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.ઓ એ.એસ.આઈ ચુનીલાલ મોહનલાલે પીપલોદ પોલીસ સ્ટેશને લેખીત જાણ કરતા પીપલોદ પોલીસે આ મામલે સી.આર.પી.સી 174 મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળ તપાસ હાથધરી છે.