દે.બારીઆના પી.એસ.આઈ.પટેલની બદલીનો હુકમ થઈ ચુકયો છે પરંતુ બદલી સ્થગિત કરવાના પ્રયત્નો જારી છે

દે.બારીઆ, દે.બારીઆ શહેર અને તાલુકાના સબ ઈન્સ્પેકટર પટેલ 10 મહિના પહેલા દે.બારીઆ મુખ્ય પી.એસ.આઈ. તરીકે ધાનપુર પોલીસ સ્ટેશનથી આવ્યા હતા. ખાસ કરીને તેમના સમય દરમિયાન સાગટાળા આઉટ પોલીસ સ્ટેશનની હદમાં દારૂના બુટલેગરોએ અમદાવાદના પોલીસ ઉપર સુયોજીત હુમલો થયો હતો.

મળતી માહિતી અનુસાર દે.બારીઆના સબ ઈન્સ્પેકટર પટેલને એક વર્ષ પણ પુરો થયો નથી અને તેમની બદલીનો હુકમ મળી ચુકયો છે. તેઓને અમદાવાદ તરફ બદલીનો ઓર્ડર થયો હોવાનો અહેવાલ પ્રાપ્ત થયો છે. તેઓ બદલીની જગ્યાએ સમય મર્યાદા ખતમ થયા પહેલા બદલીની જગ્યાએ કયારે જાય તે જોવુ રહ્યુ.અંદરના મળતા સુત્રો અનુસાર તેઓ બદલીના હુકમ સ્થગિત કરાવવા માટે ભરચક પ્રયત્નો પણ કરી રહ્યા છે. દે.બારીઆ શહેરને અલદિા કરવુ પડશે તે આવનારો સમય જ બતાવશે.