દાહોદ, નીલગીરીના ઝાડની માલિકીના નામે દેવગઢ બારીઆના પંચેલા ગામે થયેલ ઝઘડામાં લોખંડનું પાળિયું તથા ગડદાપાટુનો માર મારી એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચાડી તથા જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપ્યાંનુ જાણવા મળ્યું છે.
દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામના ગઢ ફળિયામાં રહેતા હિંમતભાઈ છગનભાઈ વાદીએ રાત્રિના 11:00 વાગ્યાના સુમારે તેના જ ગામમાં રહેતા ભારતભાઈ રંગીતભાઈ વાદીના ઘર આગળ આવી ઘરના આંગણામાં આવેલ નીલગીરી નું ઝાડ મારૂં છે તેમ કહેતા ભારત ભાઈએ કહેલ કે આ નીલગીરીની ઝાડ મારૂં છે. આમ બંને જણ વચ્ચે નીલગીરીના ઝાડની માલિકીના મામલે ઉગ્ર બોલા ચાલી તથા ઝઘડો તકરાર થતા એકદમ ઉશ્કેરાયેલા હિંમતભાઈ વાદીએ બેફામ ગાળો બોલી આ નીલગીરીનું ઝાડ મારૂં છે, તેમ કહી તેના હાથમાંનું લોખંડનું પાડ્યું ભરતભાઈ વાદીના માથામાં મારી માથું લોહી લુહાણ કરી ગંભીર ઈજા પહોંચાડી તથા ગડદાપાટુનો માર મારી નાક પર ફ્રેક્ચર કરી ગંભીર ઇજા પહોંચાડી તથા જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હતી. આ સંબંધે પીપલોદ પોલીસે પંચેલા ગામના ભરતભાઈ રંગીતભાઈ વાદીએ નોંધાવેલી ફરિયાદને આધારે પિપલોદ પોલીસે પંચેલા ગામના હિંમતભાઈ છગનભાઈ વાદી વિરૂદ્ધ ઈ.પી.કો. કલમ 323, 325, 326, 504, (506)2 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.