દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના નવીબેડી ગામે પોલીસે નાકાબંધી દરમ્યાન એક બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.1,02,960ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.4,12,960ના મુદ્દામાલ સાથે ગાડીમાં સવાર ત્રણ પૈકી એકને ઝડપી પાડ્યાંનું જ્યારે અન્ય બે ઈસમો પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
ગત તા.12મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆના નવીબેડી ગામે રોડ ઉપર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા. તે સમયે બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ત્યારે દુરથી પોલીસને જોઈ ગાડીમાં સવાર ત્રણ ઈસમો ગાડી લઈ ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે તેઓનો ફિલ્મી ઢબે પીછો કરતાં ગાડીમાં સવાર જયેશભાઈ કાન્તીભાઈ રાઠવા (રહે. કોલરીયા, સુથાર ફળિયું, તા.જી. છોટાઉદેપુર) અને ભરતભાઈ કુલસીંગભાઈ રાઠવા (રહે. ખોડવાનીયા , તા.જી. છોટાઉદેપુર) નાઓ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતા. જ્યારે ગાડીમાં સવાર ફતેસીંગભાઈ રાઠવા (રહે. લગામી, તા.જી. છોટાઉદેપુર) નાને પોલીસે ઝડપી પાડી ગાડીની તલાસી હાથ ધરતાં ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.768 કિંમત રૂા.1,02,960ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.4,12,960નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે સાગટાળા પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે