દે.બારીઆના નાનીઝરી ગામે ધાસમાં આગ લાગતા જુનુ મકાન બળીને ખાખ

દાહોદ,

દે.બારીઆ તાલુકાના નાનીઝરી ગામે જુના મકાનના માળિયામાં ભરી રાખેલ ધાસમાં સળગતો ફટાકડો પડતા લાગેલી આગમાં જુનુ મકાન સંપુર્ણ બળીને ખાખ થઈ જવા પામ્યુ હતુ.

નાનીઝરી ગામે ભગત ફળિયામાં રહેતા ગણપતભાઈ પટેલના જુના મકાનના માળિયામાં ભરી રાખેલ ધાસમાં સળગતો ફટાકડો ઉડીને પડતા ધરના માળિયામાં મુકેલ ધાસમાં આગ લાગતા જુના ધરમાં પ્રસરીને પ્રચંડ બની જતા ધરનો લાકડાનો કાટમાળ, સરા, વળિયો, ટેકીઓ પાટડા તથા ધરવખરી સામાન બળીને ખાખ થઈ જતા અને ધરના નળિયા પણ ગરમ થઈ તુટી જતા આગમાં આશરે બે લાખનુ નુકસાન થવા પામ્યુ હતુ. આગ અંગેની લેખિત જાણ નાનીઝરી ગામના ભગત ફળિયામાં રહેતા ગણપતભાઈ બીજસભાઈ પટેલે પીપલોદ પોલીસને કરતા પોલીસે આ સંદર્ભે કાર્યવાહી હાથ ધરી હતી.