દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના મોટી ખજૂરી ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતા જુગારીઓમાં નાશભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યા હતા. પોલીસે ચાર પૈકી ત્રણ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગઝડતી તેમજ દાવ ઉપરથી કુલ રોકડા રૂપિયા 2,350ની રોકડ રકમ કબ્જે કર્યાનું જાણવા મળે છે.
ગત તારીખ 28મી ઓગસ્ટના રોજ દેવગઢ બારીઆના મોટી ખજૂરી ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી રમતા દિલીપભાઈ કાંગાભાઈ પુજારા, ઉકાભાઇ સોમાભાઈ પટેલ, વજેસિંગભાઈ રાયસીંગભાઇ પુજારા અને અશોકભાઈ ભારતભાઈ પુજારા ચારેય ઈસમો જુગાર રમતા હતા. તે સમયે પોલીસે ઓચિંતો છાપો મારતા જુગારીઓમાં નાશભાગના દ્રશ્યો સર્જાય જેવા પામ્યા હતા. જેમાંથી અશોકભાઈ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. ત્યારે અન્ય ત્રણ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ જડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપિયા 2,350ની રોકડ રકમ સાથે ઝડપી પાડી આ સંબંધે દેવગઢ બારિઆ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.